Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગ રેપ, અજાણ્યા શખ્સોએ દેહ ચૂંથ્યો

01:37 PM Oct 05, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રી દરમિયાન બાળપણના મિત્ર સાથે ફરવા નિકળેલી સગીરા પર ગેંગ રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે બાઇક પર સવાર પાંચ અજાણ્યા શખ્સોએ આવીને સગીરા અને તેના મિત્ર જોડે મગજમારી કરી હતી. ત્યાર બાદ એક બાઇક પર સવાર બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે બાકીના ત્રણ પૈકી એક દ્વારા યુવતિના મિત્રને રોકી રાખી અન્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટના સવારે ચાર વાગ્યે પોલીસ મથક પહોંચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હાલ આ મામલે ફરાર આરોપીઓને પકડી પાડવા માટે વડોદરા ગ્રામ્ય અને શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

2 બાઇક પર પાંચ લોકો આવ્યા હતા

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું કે, ગઇ કાલે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પીડિતા તેના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં 11 – 30 કલાકે મળી હતી. ત્યાર બાદ બંને ભાયલીમાં આશાપુરા માતાજીના મંદિરની આસપાસ વાત કરવા માટે સ્કુટી પર ગયા હતા. દરમિયાન 2 બાઇક પર પાંચ લોકો આવ્યા હતા. પહેલા તેમણે બંને જોડે અભદ્ર ભાષામાં વાત કરી હતી. બંનેએ તેમનો વિરોધ કરતા એક શખ્સે પીડિતાના મિત્રને રોકી રાખ્યો હતો. અને બે દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અન્ય બે બાઇક સવાર ત્યાંથી ઘટના પહેલા નિકળી ગયા હતા. ઘટના બાદ પીડિતાએ સંતુલીત થઇને પોલીસને જાણ કરી હતી. પહેલા ઘટના સ્થળને કોર્ડન કરવામાં આવી હતી. એફએસએલની ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે. દિવસમાં પણ આવાવરુ વિસ્તાર છે. આરોપીઓનું મોઢું તેમણે જોયું નથી. તેમને તેમના દેખાવ, વાતોની શૈલી વગેરે જણાવી છે. આરોપીઓને પકડવા વિવિધ ટીમો બનાવીને રવાના કરવામાં આવી છે. ગરબા સાથે આ ઘટનાનું કોઇ સંબંધ નથી. સગીરા મિત્રને મળવા ઘરેથી નિકળી હતી.

પીડિતાનું કાઉન્સિલીંગ કર્યું

વધુમાં તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં પીડિતાનો મિત્ર બાળપણનો મિત્ર હતો. તેઓ બેસીને વાત કરવા માટે ભેગા થયા હતા. બે આરોપીઓને ખુબ નાનો રોલ છે, તે લોકો વાત કરીને ત્યાંથી જતા રહ્યા હતા. તે લોકો ડિવાઇડર પર બેસીને વાતો કરતા હતા. સવારે 4 વાગ્યે પોલીસ મથક પહોંચી ગયા હતા. પીડિતાનું કાઉન્સિલીંગ કર્યું ત્યાર બાદ જેમ જેમ તેને યાદ આવતું ગયું, તેમ તેમ ફરિયાદ લેવાતી ગઇ. આરોપી પુખ્ત વયનો હોવાનો અંદાજ છે. પીડિતા પરપ્રાંતિય છે. આરોપીની ઓળખાણ નથી થઇ શકી. આરોપીઓ હિંદી અને ગુજરાતી બંને ભાષામાં વાતો કરતા હતા. ઘટના ગંભીર છે, આરોપીઓ બહાર હોવાથી હાલ વધુ માહિતી આપવી યોગ્ય નથી. પોલીસ સંપૂર્ણ સમર્થ્યથી આ કેસ પાછળ પડી છે. ટેક્નિકલ અને એફએસએલ સહિત તમામ આરોપીઓને દબોચવા માટે સતત પ્રયત્નશીલ છે.

દાગીના, આરોપીએ પહેરેલા ગેઝેટ્સ મળ્યા

આખરમાં તેમણે ઉમેર્યું કે, હાલ તહેવારનો મોસમ છે. તમામ ખૂણે ખૂણે નથી પહોંચી શકતી. આ અવાવરૂ જગ્યા છે. ઘટના સ્થળેથી પીડિતાએ પહેલા દાગીના, આરોપીએ પહેરેલા ગેઝેટ્સ મળ્યા છે. પોલીસ તહેવાર દરમિયાન લોકોની અવર-જવર અનુસાર ગોઠવાયેલી જ રહે છે.

આ પણ વાંચો — VADODARA : સંસ્કારી નગરીમાં દુષ્કર્મની ઘટના, રોડ પરથી તુટેલા ચશ્મા અને ઘૂઘરી મળ્યા