Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : મકાન ગરકાવ થાય તેટલો મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભય

05:29 PM Sep 26, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સમા વિસ્તારમાં આવેલી જય યોગેશ્વર સોસાયટી અને ભગીરથ સોસાયટી ની વચ્ચેના જાહેર રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો છે. આ વિશાળ ભૂવામાં સોસાયટીનું આખું મકાન ગરકાવ થાય તેવો મસમોટો ભુવો પડતા સ્થાનિક રહીશો ચોંકી ઉઠ્યા છે. જો કે, અગાઉ પણ આ જ વિસ્તારમાં ચાલુ વરસાદી સિઝનમાં ચાર ભૂવા પડી જવા સહિત આ પાંચમો મસ મોટો ભુવો પડ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અંદાજિત 20 વર્ષ અગાઉ નાખવામાં આવેલી લાઈનની માટી વરસાદમાં ધસી જવાના કારણે આ ભુવો પડ્યો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

પૂર ઝડપે આવતીકાલ ચાલક સાથે જ આ ભુવામાં સમાઈ જઈ શકે છે

સમા વિસ્તારમાં પાલિકા તંત્રના ભ્રષ્ટાચારની પોલ સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે ખુલ્લી પડી ગઈ છે. આ વિશાળ ભુવાને વહેલી તકે અન્ય કોઈ અકસ્માત સર્જાય એ અગાઉ ભ્રષ્ટ પાલિકા તંત્રે થીંગડા મારવા જરૂરી છે. જ્યારે બીજી બાજુ ટ્રાફિકથી ધમધમતા સર્કલ ચાર રસ્તા પાસે ગાય સર્કલને અડીને જ મસ મોટો ભુવો ફરી એકવાર શહેર પાલિકા પદાધિકારીઓની ભ્રષ્ટાચાર ની પોલ ઉઘાડી પાડી રહ્યો છે. પૂર ઝડપે આવતીકાલ ચાલક સાથે જ આ ભુવામાં સમાઈ જઈ શકે છે. જોકે પાલિકા તંત્ર શહેરમાં પડતા આવા નાના-મોટા ભુવા અંગે હાલના તંત્રનો કોઈ દોષ નહીં હોવાની ગુલબાંગો પોકારે છે.

કોઈપણ વિસ્તારમાં નાના- મોટા ભુવા પડી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, સંસ્કાર નગરી વડોદરા શહેર હવે જુદા જુદા નામ જેવા કે કલાનગરી, મગર નગરી, ખાડોદરાનગરી, ઉપરાંત ભુવા નગરી માટે પણ જાણીતી બની છે. કોઈપણ સીઝનમાં ગમે ત્યારે કોઈપણ વિસ્તારમાં નાના- મોટા ભુવા પડી રહ્યા છે. પરિણામે બદનામ થયેલું પાલિકા તંત્ર હાલના તંત્રને બિલકુલ દોષિત ગણતું નથી.

આ પણ વાંચો — VADODARA : વરસાદ સાથે તેજ ગતિથી ફૂંકાયેલા પવનમાં ખુરશીઓ ફંગોળાઇ, અનેક ઝાડ પડ્યા