+

VADODARA : ચકચારી સચિન ઠક્કર મર્ડર કેસમાં આરોપીની વચગાળાની જામીન અરજી નામંજૂર

VADODARA : વડોદરાના ભાજપ અગ્રણી સચિન ઠક્કરની બેરહેમી પૂર્વક માર મારીને હત્યા કરવામાં આરોપી વાસીક ઉર્ફે સાહીલ ઇકબાલભાઇ અજમેરી (ઉં. 33) દ્વારા 30 દિવસના વચગાળાના જામીન મેળવવા માટે 12 મી…

VADODARA : વડોદરાના ભાજપ અગ્રણી સચિન ઠક્કરની બેરહેમી પૂર્વક માર મારીને હત્યા કરવામાં આરોપી વાસીક ઉર્ફે સાહીલ ઇકબાલભાઇ અજમેરી (ઉં. 33) દ્વારા 30 દિવસના વચગાળાના જામીન મેળવવા માટે 12 મી એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. બંને પક્ષે દલીલો સાંભળીને એડિશનલ જજ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ હતી

જુલાઇ – 2023 માં પાર્કિંગ બાબતે થયેલી તકરારને થોડાક સમય વિત્યા બાદ સચિન ઠક્કર પર રાત્રીના સમયે હિંસક હુમલાની ઘટના સામે આવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. આ ઘટના બાદ સારવાર દરમિયાન સચિન ઠક્કરનું મોત નિપજ્યું હતું. આ વારદાતને અંજામ આપનારા પાર્થ બાબુલ પરીખ, ડ્રાઇવર વાસીક ઉર્ફે સાહિલ ઇકબાલભાઇ અજમેરી અને તેના મિત્ર વિકાસ પરસોત્તમ લોહાણા સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ ત્રણેય જેલમાં છે.

સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર હાજર રહ્યા

તાજેતરમાં વાસીક ઉર્ફે સાહિલ ઇકબાલભાઇ અજમેરી દ્વારા 30 દિવસના વચગાળાના જામીન અંગેની અરજી એડિશનલ સેશન્સ કોર્ટમાં કરી હતી. અરજી અંગેની સુનવણીમાં અરજદાર તરફે વકીલ કે. પી. સૈયદ દ્વારા બાળકોની ભરવાની બાકી ફી, મકાનનું ભાડું ચુકવવામાં મદદ કરી શકે તેવો કોઇ સભ્ય ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાન સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે એચ. આર. જોશી હાજર રહ્યા હતા. બંને પક્ષોની દલીલોને ધ્યાને રાખીને 12 માં એડિશનલ જજ અતુલકુમાર શ્રવણભાઇ પાટીલ દ્વારા વાસીક ઉર્ફે સાહિલ ઇકબાલભાઇ અજમેરીની વચગાળાના જામીનની અરજી નામંજૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો —VADODARA : સાવલીમાં 9 માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન

Whatsapp share
facebook twitter