Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : રતન ટાટા ના મોક્ષાર્થે પિંડદાન કરીને દશવિધ શ્રાધ્ધ કરાયું

05:38 PM Oct 18, 2024 |

VADODARA : મહિ-રેવા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ ના અગ્રણી અને વડોદરાના જાણીતા (VADODARA) કર્મકાંડી બ્રાહ્મણ હસમુખ પાઠક દ્વારા આજે ખાનદાની ગર્ભ શ્રીમંત અને જેમના માં દેશ નું હિત તેમજ નાના માં નાના માણસ માટે સંવેદનશીલ હતા, તેમજ રાષ્ટ્ર પ્રેમી એવા રતન નવલ ટાટા ના દુઃખદાયી અવસાન થતા પ્રભુ તેઓના આત્મા ને શાંતિ અને સદગતિ આપે તેમજ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય તે માટે આજે પિંડદાન કરીને દશવિધ શ્રાધ્ધ કરીને ભગવાન શ્રી વિષ્ણુજી ને પ્રાર્થના કરી હતી. આગામી ફેબ્રુઆરીમાં બિહાર રાજ્યમાં ગયા ખાતે પિતૃશ્રાધ્ધ કરવા માટે પણ જનાર હોવાનું હસમુખ પાઠકે જણાવ્યું હતું

મન થયું અને ગોરેગાંવ ના એક હોલમાં પહોંચી ગયો

રતન ટાટા એ ૧૯૮૦ ના દાયકા માં મુંબઇ ખાતે ભજન સંધ્યા માં હસમુખ પાઠક ને સાથે બેસવા જગ્યા આપી હતી. ૧૯૮૦ ના સમય માં વેકેશન હોવાથી હું મુંબઈ માં મારી બહેન ના ઘરે ફરવા ગયો હતો તે દરમિયાન એક દિવસ સ્થાનિક દૈનિક અખબાર માં “એક શામ રામ કે નામ” ની જાહેરાત વાંચી તો મને જવાનું મન થયું અને ગોરેગાંવ ના એક હોલમાં સાંજે પહોંચી ગયો.

ઈનકો મેરી બાજુ મેં બૈઠને દો ઈતની ભીડ મેં કહા જાયેગા ?

આ કાર્યક્રમમાં પૂ મોરારી બાપુ અને ગુજરાત ના જાણીતા અને માનીતા નેતા મોરારજી દેસાઈ પણ ઉપસ્થિત રહેવાના હતા હું હોલ પર પહોંચ્યો તે જ સમયે ગાડીઓ નો કાફલો આવ્યો સાથે પોલીસ ની પણ ગાડીઓ આવી હુ નેતાઓ ની સાથે જ હોલ માં પહોચી ગયો પણ અન્ય શ્રોતાઓ ની સાથે બેસવાની જગ્યા નહોતી અને રસ્તો જાણતો ના હોય હું સીધો જ સ્ટેજ પર ભૂલથી પહોંચી ગયો ત્યારે ત્યાં ભારતીય બેઠક માં બેસવાનું હતું મોરારજી દેસાઈ મોરારી બાપુ અને રતન ટાટા એ પોતાનું સ્થાન મેળવી લીધું હતું તે દરમિયાન સિક્યોરિટી ગાર્ડ મારી પાસે આવીને કહ્યું કે તું નીચે ઉતરો ઓર હોલ મેં એક સાઈડ મેં ખડે રહો .આ સમયે રતન ટાટા એ પેલા સિક્યોરિટી ગાર્ડ ને કહ્યું હતું કે ” ઈનકો મેરી બાજુ મેં બૈઠને દો ઈતની ભીડ મેં કહા જાયેગા ?? અને કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી મને તેમને તેમની બાજુમાં બેસાડી રહેવા દીધો હતો.

ફોટો આજે શહેરના જાણીતા અખબાર માં છપાયેલો છે

આ વાત સંવેદનશીલ હતા અને તે વખતે હું તેઓને ઓળખાતો પણ ન હતો. બીજે દિવસે સવારે સ્થાનિક દૈનિક અખબાર “એક શામ રામ કે નામ”નો ફોટો છપાયેલો ત્યારે મારા બહેન બનેવી એ મને કહ્યું કે તું ગઈ કાલે મોરારજી દેસાઈ અને રતન ટાટા ની સાથે મોરારી બાપુ ના કાર્યક્રમમાં ગયો હતો તેનો ફોટો આજે શહેરના જાણીતા અખબાર માં છપાયેલો છે..આ સમયે હું વડોદરામાં એમ એસ યુનિવર્સિટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

આ પણ વાંચો — VADODARA : તહેવાર સમયે પોલીસનું વ્યાપક લોકજાગૃતિ અભિયાન, વેપારી એસો.નો ટોણો