Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ઓદ્યોગિક વસાહતમાં ભારદારી વાહનની અડફેટે શ્રમિકે દમ તોડ્યો

06:25 PM Oct 06, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી નંદેસરી ઓદ્યોગિક વસાહતમાં ભારદારી વાહનની અડફેટે આજે શ્રમિકનું સ્થળ પર જ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે વડોદરા જિલ્લામાં બેફામ ચાલતા ભારદારી વાહનોનો મુદ્દો સપાટી પર આવ્યો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી આવીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આ તકે, ભારદારી વાહનો પર લગામ કસવા માટે પોલીસે આકરૂ વલણ દાખવવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

કરૂણ ઘટના સામે આવવા પામી

સમયાંતરે વડોદરા શહેર તથા જિલ્લામાં ભારદારી વાહનોથી અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘટનાઓ સામે આવ્યા બાદ થોડાક સમય માટે તેની ગતિવિધીઓ પર કાબુ મેળવવામાં આવે છે. ત્યાર બાદ સ્થિતી હતી તેમને તેમ થઇ જાય છે. જેના કારણે નિર્દોષ લોકોએ તેના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. આજરોત વડોદરા જિલ્લામાં આવેલી નંદેસરી ઓદ્યોગિક વસાહતમાં ભારદારી વાહનની અડફેટે શ્રમિકે સ્થળ પર જ દમ તોડ્યો હોવાની કરૂણ ઘટના સામે આવવા પામી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

કામ કરીને ભાદરારી હાઇડ્રા પરત ફરી રહ્યું હતું

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, નંદેસરી ઓદ્યોગિક વસાહતમાં શ્રમિક લક્ષ્મણભાઇ ભોંસલે છુટ્ટક મજુરી કરીને તેમનું જીવન ગુજરાન ચલાવતા હતા. આજે બપોર વસાહતમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરીને ભાદરારી હાઇડ્રા પરત ફરી રહ્યું હતું. દરમિયાન લિંક ફાર્મા પાસે રોડ પર ભારદારી હાઇડ્રા મશીને શ્રમિકને અડફેટે લઇને જોરદાર ટક્કર મારી હતી. જેમાં લક્ષ્મણભાઇ ભોંસલેએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટના બાદ ભારદારી હાઇડ્રા મશીનનો ચાલક ઘટના સ્થળેથી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી

ઘટનાની જાણ થતા નંદેસરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે સપાટી પર આવતા ભારદારી વાહનોથી થતા અકસ્માતની ઘટના અટકાવવા માટે પોલીસે વઘુ સઘન પગલાં લેવા જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ફરાર ચાલક ક્યારે પકડાય છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : માછલી પકડતી વખતે હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર ત્રણ ઝબ્બે