Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ખનીજ માફિયાઓ પર ગાળિયો કસવાની સાંસદની રજુઆત રંગ લાવી

11:45 AM Oct 17, 2024 |

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA DISTRICT) તથા આસપાસના વિસ્તારોમાં ખનીજની સંપદા વિપુલ પ્રમાણાં આવેલી છે. અને તેનું ગેરકાયદેસર ખનન તંત્ર અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બની રહ્યું છે. તેવામાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA MP – DR. HEMANG JOSHI) દ્વારા ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓની કમર તોડવા માટે પહેલા દિવસથી જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ મામલે અસરકારક કામગીરી થાય તે માટે મુખ્યમંત્રી સુધી રજુઆતો કરવામાં આવી હતી. જેના ફળસ્વરૂપે વિવિધ વિસ્તારોમાં ટીમો ત્રાટકી રહી છે. અને ખનીજ માફિયાઓ સામેની અસરકારક કામગીરીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમાંકે આવી પહોંચ્યો છે.

રૂ. 9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ મીડિયાને જણાવ્યું કે, જિલ્લા કલેક્ટર જોડેની સંકલનની બેઠકમાં દર વખતે ગેરકાયદેસર ખનન અંગેની રજુઆત કરવામાં આવી હતી. અગાઉ દરોડા પહેલા માફિયાઓ એલર્ટ થઇ જતા હોવાનું ધ્યાને આવતા, સિસ્ટમમાંથી માહિતી તેમના સુધી પહોંચતી હોવાની આશંકા હતી. ઉલ્લેખનીય છે કે, આ વચ્ચે તાજેતરમાં નારેશ્વર પાસે બેકાપુરમાં મોટી રેડ કરવામાં આવી હતી. તેમાંથી કુલ રૂ. 9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડમાં મોટી સંખ્યામાં વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. હવે તંત્ર દ્વારા આ લીઝ અંગેની માહિતી એકત્ર કરીને કસુરવારો સુધી પહોંચવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ગેરકાયદેસર ખનનના કારણે માળખું નબળું પડી શકે છે

સુત્રોના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર ખનન અનેક રીતે જોખમી છે. કોઇ માળખાની નજીક કરવામાં આવતા ગેરકાયદેસર ખનનના કારણે તે નબળું પડી શકે છે. જેથી તેના પર રોક લાગવી અત્યંત આવશ્યક છે. સાંસદ સાથે તમામ અન્ય લોકપ્રતિનિધીઓ દ્વારા પણ ગેરકાયદેસર ખનન રોકવા માટે એક પછી એક રજુઆતો કરવામાં આવી હતી. જેના સુખદ ફળ આકરી કાર્યવાહી સ્વરૂપે આપણી સામે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : 39 વર્ષ બાદ દેશના વડાપ્રધાન વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસના મહેમાન બનશે