VADODARA : ગતરાત્રે વડોદરા (VADODARA) શહેરના જુના આરટીઓ પાસે ટોળાએ ચોર સમજીના બે શખ્સો પર હિંસક હુમલો કરી દીધો હતો. હુમલા અંગેની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને યુવાનોને મારથી બચાવ્યા હતા. ઘટનામાં એક યુવકનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. તો બીજી તરફ અન્ય એક યુવકને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. આ મામલે ડીસીપી પન્ના મોમાયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગતવાર માહિતી આપી હતી.
પુછપરછ કરતા લોકોને શંકા ગઇ
DCP પન્ના મોમાયા (VADODARA POLICE – DCP) એ જણાવ્યું કે, ગઇ કાલની ઘટના મામલે ઇક્રમ ઉર્ફે અલી ઇમરાન ટીલીયાવાલા, શેબાઝ ખાન પઠાણ, સાહીલ સાજીદ શેખ ત્રણેય મિત્રો છે. તેઓ ચોરીનું બાઇક લઇને રાત્રે એકતાનગરથી નિકળ્યા હતા. અને ફતેપુરા બાજુ આવ્યા હતા. ત્યાર બાદ તેમણે ચા પીધી હતી. અને આગળ જતા બાઇક ઉભી રાખી દીધી હતી. બાદમાં તેઓ ત્યાંથી ચાલતા નિકળ્યા હતા, તેવામાં કોઇએ તેમને પુછ્યું કે, તમે કોણ છો ? પુછપરછ કરતા લોકોને શંકા ગઇ હતી. અને તે લોકો ભાગવાની કોશિસ કરી હતી. તેવામાં ટોળાએ તેમને માર મારવાનું શરૂ કર્યું હતું.
તેઓ ચોરી કરવાના ઇરાદે જ આવ્યા હતા
વધુમાં તેમણે જણાવ્યું કે, દરમિયાન સાહીલ સાજીદ શેખ ત્યાંથી નિકળી ગયો હતો. તે બાદ બેને ટોળાએ માર માર્યો હતો. જેમાં શેબાઝ ખાન પઠાણનું મૃત્યુ થયું છે. આ ત્રણેય આરોપીઓ એક વખત પાસા ભોગવી ચુકેલા છે. તેમાંથી શેબાઝ પઠાણ વિરૂદ્ધ ચોરીના 10 ગુનાઓ નોંધાયા છે. તે ફેબ્રુઆરી – 2024 માં પાસામાંથી પરત આવ્યા છે. અન્ય ઇક્રમ અલી સામે જેની સામે 7 ગુનાઓ નોંધાયેલા છે. તેને વાડી પોલીસ મથક દ્વારા ફેબ્રુઆરી – 2024 માં પાસા કરવામાં આવ્યા હતા. સાહીલ સાજીદ શેખ સામે ત્રણ ગુનાઓ નોંધાયા છે. અને તેને જુન – 2024 માં પાસા કરવામાં આવ્યા હતા. તેઓ ચોરી કરવાના ઇરાદે જ આવ્યા હતા. અને ટોળાએ તેમને પકડીને માર માર્યો હતો.
કોઇ ચડ્ડીબનીયાન ધારી માણસો નથી
વધુમાં તેમણે ઉમેર્યું કે, ત્રણેય ઇસમો સ્થાનિક છે. એકતા નગરમાં રહે છે. કોઇ ચડ્ડીબનીયાન ધારી માણસો નથી. આ લોકો રીઢા ચોર કહી શકાય છે. તેમની પાસેથી ચોરીના હથિયારો મળી આવ્યા છે. તે લોકો જે બાઇક લઇને ગયા હતા. તે ચોરીની હતી. આ અંગે મોબલિચિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લોક તોડવા માટેના સાધનો મળ્યા
તેમણે ઉમેર્યું કે, ફૂટેજીસ ચેક કરીને આરોપીઓને પકડી પાડવામાં આવશે. પોલીસ તેમને બચાવવા માટે ત્યાં ગઇ હતી. જેમાં ત્રણ પોલીસ કર્મીઓને પણ ઇજાઓ પહોંચી છે. તે પૈકી એક પીએસઆઇને પણ ઇજા પહોંચી છે. પોલીસ ત્યાં ગઇ અને તેમને મદદ કરી, તેમને બચાવીને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. અન્ય ઇસમની પુછપરછ ચાલી રહી છે. અન્ય ગુનાઓ સંદર્ભે પણ જાણકારી મેળવવાનું ચાલું છે. જેટલા લોકો આમાં જવાબદાર છે, તેમની અટકાયત કરવામાં આવશે. લોક તોડવા માટેના સાધનો મળ્યા છે. ટોળાએ ચોરને દંડા, લાતોથી મારવામાં આવ્યા હતા. આ વ્યક્તિઓ બાઇક પાર્ક કરીને ચાલતા નિકળ્યા તો લોકોએ તેમને કોણ છો, તેવી પૃચ્છા કરી હતી. જેથી તેઓ ભાગવા ગયા હતા. તેમને એમ કે અમે પકડાઇ જઇશું. જેથી બાદમાં ચોર ચોરની બુમો પડકા લોકો એકત્ર થઇ ગયા હતા.
પેટ્રોલીંગ, વાહનચેકીંગ શરૂ કરી દીધું
આખરમાં તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરમાં ચોર ચોર આવ્યાની બુમો અંગે અમે લોકો વચ્ચે જઇ રહ્યા છે. અને લોકોને કાયદો હાથમાં નહીં લેવા માટે જણાવ્યું હતું. છતાં લોકો આ મામલે તે વાત ભૂલી ગયા અને જાતે જ મારવાનું શરૂ કરી દીધું હતું. લોકજાગૃતિ માટે પોલીસ કમિશનર ખુદ લોકોને જાણકારી આપવા માટે ઉતર્યા હતા. અમે પેટ્રોલીંગ, વાહનચેકીંગ શરૂ કરી દીધું છે. ચોરની અફવા બાદથી અમે ઘણાબધા પગલાં ભરવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો — VADODARA : સિરામિક ટાઇલ્સની આડમાં લવાતો દારૂ ઝબ્બે, ગ્રામ્ય LCB નો સપાટો