Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara: “લવ જેહાદ કરનારાઓની હવે ખેર નહીં…”હર્ષ સંઘવીએ કડક ભાષામાં આપ્યો સંદેશ

11:55 PM Jul 19, 2024 | Hiren Dave

Vadodara: વડોદરાની મુલાકાતે આવેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિલાષા ચાર રસ્તા પર કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના જનસેવા કાર્યલયનું ઉદઘાટન કર્યું. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, વોર્ડ નો.2ના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન હર્ષ સંઘવીએ જનસેવા કાર્યલયમાં રાજનીતિ નહિ પણ જનતાની સેવા કરવાનો ટોણો માર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટોણો મારતા એવું નિવેદન હતું કે જનસેવા કાર્યલય રાજનીતિ માટે નહિ પણ જનતાની સેવા માટે બની રહે તેવી હું આશા રાખું છું. જેને રાજનીતિ કરવી હોય તે કરી શકે છે. રાજનીતિ કરનારા લોકોને તેમની સોસાયટીના લોકો પણ મત નથી આપતા. એક અઠવાડિયામાં વડોદરાના નાગરિકોને ભૂપેન્દ્ર પટેલ સરકાર મોટી ભેટ આપશે. વડોદરાના હજારો નાગરિકોને વ્યાજના વિષ ચક્રમાંથી પોલીસે બહાર કાઢ્યા છે. વ્યાજખોરની ઘટનાને લઈ પોલીસ સ્ટેશન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરો.

આ સાથે જ લવજેહાદ જેવા ગંભીર મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે,વડોદરા શહેરમાં સલીમ સુરેશ બનીને વ્હાલી દીકરીને ફસાવે છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે. એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહિ આવે જે દીકરીઓને ફસાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આવા કોઈ પણ પરિવાર કે દીકરી હોય તો પોલીસને જાણ કરો. પ્રેમના પવિત્ર સબંધને બદનામ થતાં રોકવાની જવાબદારી આપણી બધાની છે. કોઈ સલીમ સુરેશ બનીને કે કોઈ સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે તો તેને છોડતા નહિ. માત્ર 45 દિવસમાં કચ્છ પોલીસે 6 લવ જેહાદના કેસ પકડ્યા. જેમાંથી 4 કિશોરીઓ સગીર હતી. આવી બાળકીઓ જોડે જે ષડયંત્ર કરવામાં આવ્યું તેમાં પોલીસ કોઈકને બિહાર કે કોઈકને રાજસ્થાનથી લઈ આવી. અને દીકરીઓને તેમના પરિવારને સોંપવામાં આવી.

આ પણ  વાંચો  Vadodara:નારાયણ શાળાની ચાલુ શાળાએ દીવાલ ધરાશાયી ,જુઓ video

આ પણ  વાંચો  –Gujarat Rainfall Alert :11 જળાશયો હાઈ એલર્ટ,વરસાદીને સ્થિતિને પહોંચી વળવા ગુજરાત કેટલું સજ્જ?

આ પણ  વાંચો  chhota udaipur: એકલવ્ય મોડેલ સ્કૂલની ઘટના બાદ જિલ્લા પ્રભારીએ કરી મુલાકાત