Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : “લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરોનો ખાતમો અનિવાર્ય” – રાજ શેખાવત

03:16 PM Oct 20, 2024 |

VADODARA : ક્ષત્રિય સમાજ દ્વારા ડિસેમ્બર – 2024 આયોજિત કાર્યક્રમો માટે આમંંત્રણ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત (Raj Shekhawat) શહેરની મુલાકાતે આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) તથા તેને જેવે ગેંગસ્ટરોનો ખાત્મો (Gangster Encounter) બોલાવવાનો મત બેબાકી પૂર્વક મુક્યો હતો. જેને લઇને રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.

આવા તત્વો ઉગ્રવાદીઓની શ્રેણીમાં આવે છે

કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વડોદરામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મારે તમને પુછવું છે કે, જે ભય પેદા થયો છે, લોરેન્સ બિશ્નોઇ (Lawrence Bishnoi) હોય કે તેની ગેંગના માણસો, તે ક્યાં સુધી સ્વિકાર્ય છે. એક ગેંગનો મુખિયા જેલમાં બેસીને વિદેશોથી દેશના વેપારીઓને ખંડણી માટે હેરાન કરતો હોય. દેશના મોટા રાજકીય-સામાજીક આગેવાનોની હત્યા કરતો હોય, તેવા ગેંગસ્ટરનું એન્કાઉન્ટર (Gangster Encounter) કરવું જોઇએ કે નહીં તે હું જનતાને પુછવા માંગુ છું. હું આર્મીમાં હતો, કાશ્મીરમાં 8 વર્ષ રહ્યો છું. અમે આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરી દેતા હતા. તે બાદ કાશ્મીર સેફ થયું કે ના થયું ! હવે કેન્દ્ર સરકારની જવાબદારી બને છે, આવા તત્વો ઉગ્રવાદીઓની શ્રેણીમાં આવે છે. આવા તત્વોનું એન્કાઉન્ટર તે એકમાત્ર વિકલ્પ મને દેખાઇ રહ્યો છે.

દેશની જનતા કઇ રીતે પોતાની સુરક્ષા કરશે !

વધુમાં તેમણે જણાવ્યું કે, મને લોરેન્સના (Lawrence Bishnoi) માણસો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. તે બાદ અમારી કરણી સેના દ્વારા ગૃહમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ લોકસભા વખતે આંદોલનના કારણે, તેમણે મારી સુરક્ષા રદ્દ કરી દીધી છે. હું મારી સુરક્ષા કરવા માટે સક્ષમ છું. દેશની જનતા કઇ રીતે પોતાની સુરક્ષા કરશે ! દેશમાં ભયનો માહોલ ખત્મ કરવા માટે લોરેન્સ જેવા જેટલા ગેંગસ્ટર (Gangster Encounter) છે, તેમનું ખાત્મો અનિવાર્ય છે. તેવી માંગ ક્ષત્રીય કરણી સેના સરકાર સામે મુકે છે.

તેની સાથે સંકળાયેલા અમુક ગેંગસ્ટર જેલમાં છે

વધુમાં તેમણે ઉમેર્યું કે, આવા તત્વોનું એન્કાઉન્ટર (Gangster Encounter) કરો, આ લોકો સામાન્ય માણસની શ્રેણીમાં આવતા નથી. તેમને સરકારની બીક નથી. તેમની ગિરફ્તારીથી તેમને કોઇ ફેર પડતો નથી. જેમને સરકારની બીક ના હોય તેમનું માત્ર અને માત્ર એન્કાઉન્ટર હોય.અમારા સમાજના સુખદેવસિંહ ગોગામેડીની જે હત્યા થઇ છે, તેમાં લોરેન્સ બિશ્નોઇનું (Lawrence Bishnoi) નામ આવ્યું છે. તેની સાથે સંકળાયેલા અમુક ગેંગસ્ટર જેલમાં છે, અને કેટલાક દેશની બહાર જતા રહ્યા છે. તમે કેમ લોરેન્સને છાવરી રહ્યા છો, તે એક પ્રશ્નાર્થ ચિન્હ કેન્દ્ર સરકાર પણ છે. જનતા તમને પુછવા માંગે છે, તે જેલમાં બેસીને હત્યાઓ કરાવી રહ્યો છે, વેપારીઓની હત્યા કરાવી રહ્યો છે, તમારી એવી તો શું મજબુરી છે, તેને જમે છાવરી રહ્યા છો. તેમનું એન્કાઉન્ટર કરીને દેશની જનતાને તમે ભયમુક્ત બનાવો.

એન્કાઉન્ટર કરવા માટે 2 મીનીટ લાગે

આખરમાં તેમણે જણાવ્યું કે, સરકારને પુછવું પડશે, એવું તો લોરેન્સ બિશ્નોઇ તમને શું આપી રહ્યો છે, લોરેન્સ સાબરમતી જેલમાં બેઠો છે, એન્કાઉન્ટર કરવા માટે 2 મીનીટ લાગે ભાઇ. જે લગાતાર ખંડણી માંગતો હોય, હત્યા કરાવતો હોય તેવા વ્યક્તિને છાવરવાની ક્યાં જરૂર છે. તમે સોશિયલ મીડિયામાં તેને દેશભક્તિની પરિભાષામાં જોડી રહ્યા છો. દેશની જનતાને ભયમુક્ત બનાવો. લોરેન્સની કસ્ટડી મહારાષ્ટ્રને આપવામાં શું વાંધો હોઇ શકે !

આ પણ વાંચો — VADODARA : કંપની સંચાલકના ફોટોના સહારે રૂ. 69 લાખની ઠગાઇ