Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ફૂટપાથ સાથે દિવાલ ઘસી પડી, દુકાનો ધારકોની ચિંતા વધી

07:00 PM Sep 01, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ના જેતલપુર બ્રિજ પહેલા આવેલા કોમ્પલેક્ષના અંડરગ્રાઉન્ડ દુકાનો આવેલી છે. ત્યાં વરસાદી પાણી ભરાઇ જતા મોટર મુકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન એકાએક ફૂટપાથ સાથેની દિવાસ ઘસી પડતા મોટું નુકશાન થયું છે. આ ઘટનામાં કોમ્પલેક્ષમાંથી પસાર થતી ડ્રેનેજની લાઇનમાં પણ ભંગાણ પડ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ મામલે સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા સ્થળ મુલાકાત કરીને પાલિકાના અધિકારીઓની જરૂરી સુચન કરવામાં આવ્યા છે.

વેપારીઓને મોટું નુકશાન પહોંચ્યું

વડોદરા પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. તેવામાં શહેરના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા જમીનનો ભાગ બેસી જવાની અથવા તો ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં આજે વડોદરાના જેતલપુર બ્રિજ પાસે ગુજરાત કિડની હોસ્પિટલની સામે આવેલા આવેલા કોમ્પલેક્ષની અંડરગ્રાઉન્ડ દુકાનો પાસેની દિવાલ ફૂટપાથ સાથે ઘસી પડી છે. જેના કારણે વેપારીઓને મોટું નુકશાન પહોંચ્યું છે. પૂરના પાણી અંડરગ્રાઉન્ડ દુકાનોમાં ભરાઇ જવાના કારણે તેને નિકાલ કરવામ માટે વેપારીઓ દ્વારા પંપ મુકવામાં આવ્યો હતો. દરમિયાન આ ઘટના સામે આવી છે.

ટેલિફોનિક વાત કરીને તેમના જરૂરી દિશાનિર્દેશો આપ્યા

વેપારીના જણાવ્યા અનુસાર, આજે બપોરના સમયે ફૂટપાથ સાથે અંડરગ્રાઉન્ડની દિવાલ ધરાશાયી થઇ છે. જેમાં ડ્રેનેજની લાઇન પણ તૂટી જવા પામી છે. પૂરની સ્થિતીમાંથી માંડ બહાર આવેલા વેપારીઓએ નવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓ દ્વારા આ અંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઇ રોકડિયાને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે. અને પાલિકાના અધિકારીઓ જોડે ટેલિફોનિક વાત કરીને તેમના જરૂરી દિશાનિર્દેશો આપ્યા છે. એક તબક્કે વેપારીઓ દ્વારા સ્વખર્ચે દિવાલનું કામ કરવાની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી છે. જો કે, તેઓ પાલિકા તંત્ર પાસેથી ડ્રેનેજ લાઇનની દુરસ્તીની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : વગર ચૂંટણીએ નેતા-કાર્યકર્તાઓના બહિષ્કારના બેનર લાગ્યા