Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાંસદ અટલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કર્યું

01:19 PM Oct 19, 2024 |

VADODARA : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM BHUPENDRA BHAI PATEL) વડોદરા કલેકટર કચેરી (VADODARA COLLECTOR OFFICE) ખાતે સાંસદ અટલ જનસેવા કેન્દ્રનું લોક સમર્પણ કર્યું હતું. તેમણે વડોદરા લોકસભા મતદાર વિસ્તારના નાગરિકોને તમામ સરકારી યોજનાઓના લાભો સરળતાથી ઉપલબ્ધ કરાવવા સિંગલ વિન્ડો જેવી આ સુવિધા શરૂ કરવા માટે સાંસદ ડો.હેમાંગ જોશીને અભિનંદન આપ્યા હતા અને મતદાર વિસ્તારના નાગરિકોની યથાસંભવ કાળજી લેવાના તેમના અભિગમને બિરદાવ્યો હતો.

સરકારના જે તે વિભાગનો સહયોગ લેશે

આ જનસેવા કેન્દ્ર સરકાર અને લાભાર્થીઓને જોડતી કડી બની રહેવાની સાથે શહેર અને જિલ્લાના લોકોની સમસ્યાઓ, મુશ્કેલીઓ જાણીને, સરકારના જે તે વિભાગનો સહયોગ લઈને, તેના ઝડપી અને સંતોષકારક નિરાકરણના પ્રયાસોનું કેન્દ્ર બની રહેશે.

એસબીઆઇનું ખાસ કાઉન્ટર રાખવામાં આવ્યું

આ કેન્દ્રમાં સાંસદનું કાર્યાલય અને યોજનાકીય લાભ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અહીં એક મોટા પટલ પર ભારત સરકારની વિવિધ ૧૩ જેટલી મુખ્ય યોજનાઓ અન્વયે ૫૦ થી વધુ સંલગ્ન યોજનાઓના અરજીપત્રકો ઉચિત લાભાર્થીઓને આપવા, અરજીઓ ભરાવવાનું માર્ગદર્શન આપવા અને જરૂરી પુરાવાઓ તથા દસ્તાવેજોનું માર્ગદર્શન આપવા સહિતની વ્યાપક કામગીરી કરવામાં આવશે. તેના માટે એસબીઆઇનું ખાસ કાઉન્ટર રાખવામાં આવ્યું છે. ટુંકમાં, આઇટી અને ડિજિટલ સુવિધાઓ તેમજ સમર્પિત ટીમથી સુસજ્જ આ કાર્યાલયમાં સાંસદ ના માર્ગદર્શન હેઠળ સિંગલ વિન્ડોની પદ્ધતિથી કામગીરી કરવામાં આવશે. અહર્નિશ લોકસેવાનું કેન્દ્ર આ જગ્યા બની રહેશે.

આખા આયોજનથી તેમને માહિતગાર કર્યા

કલેકટર કચેરીના પ્રવેશદ્વારે સાંસદ ડો.હેમાંગ જોશીએ (VADODARA MP DR. HEMANG JOSHI) મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને આખા આયોજનથી તેમને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રી એ તકતીનું અનાવરણ કરી અને રિબન છોડી લોકાર્પણ કર્યું હતું.

પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર શ્રીમતી પિન્કી સોની, ધારાસભ્યઓ સર્વ મનીષાબેન વકિલ, કેયુરભાઇ રોકડીયા, ચૈતન્ય દેસાઈ, નાયબ મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિત મનપા પદાધિકારીઓ અને નગર સેવકો,પૂર્વ ધારાસભ્યો,પૂર્વ મેયરો, પદાધિકારીઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો — VADODARA : VMC ના કોન્ટ્રાક્ટરે ટ્રોલી જોખમી રીતે ઉભી રાખતા એમ્બ્યુલન્સ ભટકાઇ