Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara : જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો વધુ એક Video આવ્યો સામે, કહ્યું – મારી હત્યાનું..!

10:49 PM Sep 25, 2024 |
  1. જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો વધુ એક Video વાઇરલ (Vadodara)
  2. હું મારા નિવેદન પર આજે પણ અડગ છું : જૈન મુનિ આચાર્ય
  3. અમે મૃત્યુ સ્વીકાર કરીશું પરંતુ, પીછેહટ કરવી મારું કામ નથી: જૈન મુનિ આચાર્ય
  4. મારી હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે : જૈન મુનિ આચાર્ય

વડોદરામાં (Vadodara) થોડા દિવસ પહેલા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ અંગે જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજ (Acharya Surya Sagar Ji Maharaj) એ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ કેટલાક સવાલ પણ ઉઠાવ્યા હતા. જો કે, હવે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમને કોઈએ ધમકાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો – Ahmedabad : શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી મહત્ત્વપૂર્ણ બેઠક

જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો વધુ એક વીડિયો વાઇરલ

વડોદરામાં (Vadodara) જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજ (Acharya Surya Sagar Ji Maharaj) નો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ આરોપ લગાવી રહ્યા છે કે, તેમને કોઈએ ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. આ વીડિયોમાં જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજ ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે મૃત્યુ સ્વીકાર કરીશું પરંતુ, પીછેહટ કરવી મારું કામ નથી.

આ પણ વાંચો – Morbi : ‘હું હિન્દુ-મુસલમાન નથી કરતો, હું હિન્દુ-હિન્દુ કરું છું.’ : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

હું મારા નિવેદન પર આજે પણ અડગ છું : જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજ

જૈન મુનિએ આગળ કહ્યું કે, જે નિવેદન આજથી એક મહિના પહેલા મેં આપ્યું હતું, જેના કારણે ગુજરાત સહિત તમામ જગ્યાએ મોટો હોબાળો થયો હતો, તે નિવેદન પર હું આજે પણ અડગ છું. હું મારું સ્ટેટમેન્ટ નહીં બદલું. એ લોકો કહી રહ્યા છે કે જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજજીથી માફી મગાવી લો તો પ્રકરણ શાંત થઈ જશે. એ લોકો કહી રહ્યા છે જેમના માટે અમે 26 વર્ષ આપ્યા, જેમની સુરક્ષા માટે, જેમને સર્વોચ્ચ સ્થાન મળે તે માટે અમે અમારું જીવન ખપાવી દીધું તેઓ હવે માફી મંગાવવાની વાત કરી રહ્યા છે. આ સાથે જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજે એવો પણ દાવો કર્યો કે તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, મારી મરજી વગર મારા આશ્રમમાં પગ મૂક્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું. જૈન મુનિ આચાર્યનો આ વીડિયો હાલ ખૂબ જ ચર્ચામાં છે.

આ પણ વાંચો – Ahmedabad : વક્ફની જેમ હિન્દુ બોર્ડ પણ હોવું જોઈએ : મહંત પરમાત્માનંદજી સરસ્વતી