Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : “મનમાની” કરતા પોણો ડઝન AAP કાર્યકરો સામે ફરિયાદ

06:58 PM Oct 18, 2024 |

VADOARA : વડોદરા (VADODARA) ના સયાજીગંજ પોલીસ મથક (SAYAJIGUNJ POLICE STATION) વિસ્તારમાં પૂર્વ મંજુરી વગર એકત્ર થઇને વિરોધ નોંધાવનારા આમ આદમી પાર્ટીના પોણે ડઝન કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પૂર્વ મંજુરી લીધા વગર મનમાની કરતા તેમણે જાહેર શાંતિ-સુલેહનો ભંગ થાય તેવું કૃત્ય કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

મંજુરી લીધા વગર મંડળી રચીને કાર્યક્રમનું આયોજન

સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વિદ્યાર્થી સંગઠન, રાજકીય ચળવળો તથા વીવીઆઇપી મુવમેન્ટ પર નજર રાખવામાં આવે છે. દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી બપોરે જાણવા મળ્યું કે, આમ આદમી પાર્ટીના શહેરના કાર્યકર્તાઓ દ્વારા કાલાઘોડા સર્કલ ખાતે કોઇ પણ પ્રકારની મંજુરી લીધા વગર મંડળી રચીને કાર્યક્રમ કરવામાં આવનાર છે. જેની પ્રસિદ્ધી માટે મીડિયાને પણ હાજર રહેવા માટે જણાવાયું છે. આ મેસેજ આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખના નામે મોકલવામાં આવ્યો હતો.

ઉશ્કેરણીજનક પોસ્ટરો પાલિકાના હોર્ડિંગ્સ પર મારતા

બાદમાં પોલીસનો સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે બંદોબસ્તમાં હતો. દરમિયાન સાંજે 7 વાગ્યે કમાટીબાગ પાસે ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અંગે મુકેલા હોર્ડિંગ્સ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ દર્શાવતા હતા. અને ઉશ્કેરણીજનક પોસ્ટરો પાલિકાના હોર્ડિંગ્સ પર મારતા હતા. આ અંગે તેમણે કોઇ પણ પ્રકારની જરૂરી પૂર્વ મંજુરી મેળવી ન્હતી. સાથે જ તેઓ સુત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા. આ કાર્યક્રમ સમયે અશોક ઓઝા, પિયુષ રામાણી, હિતેષ હાપા, આશિષ ઠક્કર, શબનમબેન શેખ, દેસાઇ કાકા અને રીયાઝ શેખ તથા અન્ય બે અજાણ્યા ઇસમોની ઓળખ કરવામાં આવી હતી.

ધ ગુજરાત મ્યુનિસિપાલ્ટીસ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

તેમના દ્વારા મંડળી રચીને જાહેર શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું. પોલીસને જોતા તમામ સ્થળ પરથી કાર્યક્રમ પૂર્ણ કરીને જતા રહ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે જાહેરનામાં ભંગ તથા ધ ગુજરાત મ્યુનિસિપાલ્ટીસ એક્ટ સહિતના કલમો હેઠળ શોક ઓઝા, પિયુષ રામાણી, હિતેષ હાપા, આશિષ ઠક્કર, શબનમબેન શેખ, દેસાઇ કાકા અને રીયાઝ શેખ તથા અન્ય બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો — VADODARA : રેશન કાર્ડનું E-KYC અપડેટ કરાવવા લોકોની લાંબી કતારો જામી