Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મા દુર્ગાના વિસર્જન સમયે મુસ્લિમ વિસ્તારમાં યાત્રા ઉપર પથ્થમારો અને ગોળીબાર…

11:09 PM Oct 13, 2024 |
  • ઘટનાસ્થળ સહિત સમગ્ર વિસ્તારને અલર્ટ મોડમાં જાહેર કર્યું
  • શ્રદ્ધાળુઓ ઉપર પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો
  • ઘટના બાદ મૂર્તિ વિસર્જન બંધ કરી દેવામાં આવ્યું છે

Uttar Pradesh bahraich news : Uttar Pradesh ના Bahraich District માં બે સમુદાય વચ્ચે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. જોકે એક હિન્દુ સમુદાયના લોકો મુસ્લિમ વિસ્તારમાંથી મા દુર્ગાના વિસર્જન કરવા માટે પસાર થઈ રહ્યા હતાં. ત્યારે આ સંપૂર્ણ ઘટના બની હતી. ત્યારે આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. બીજી તરફ Bahraich District આ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાણે પાડ્યો છે. તેની સાથે મૃતકના આરોપીને પકડી પાડવા માટે તજવીજ શરું કરી છે.

શ્રદ્ધાળુઓ ઉપર પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો

Uttar Pradesh માં આવેલા Bahraich District ના Maharajgunj માં આજરોજ એક મુસ્લિમ વિસ્તારમાંથી મા દુર્ગાનું વિસર્જન માટે લોકો વાજતે ગાજતે જઈ રહ્યા હતાં. ત્યારે શ્રદ્ધાળુઓ ઉપર પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત તેમની ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ત્યારે તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું.

આ પણ વાંચો: Baba Siddique ની હત્યાનો માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તર પોલીસના સકંજામાં

ઘટના બાદ મૂર્તિ વિસર્જન બંધ કરી દેવામાં આવ્યું છે

Maharajgunj માં મુસ્લિમ સમુદાયના ઘરની સામેથી પસાર થતી દુર્ગા પૂજા નિમજ્જન સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હતો. ત્યારબાદ ગોળીબાર થયો હતો. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે ઘટના બાદ મૂર્તિ વિસર્જન બંધ કરી દેવામાં આવ્યું છે. તે જ સમયે સમગ્ર Maharajgunj વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

ઘટનાસ્થળ સહિત સમગ્ર વિસ્તારને અલર્ટ મોડમાં જાહેર કર્યું

મામલો હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મન્સૂર ગામનો છે. રેહુઆ મંસૂર ગામના રહેવાસી કૈલાશ નાથ ઉર્ફે પુટાઈના પુત્ર સાથે અન્ય એક વ્યક્તિ પણ ગોળી વાગવાથી ઘાયલ થયો છે. બીજી તરફ શ્રદ્ધાળુની મોતની ખબર સાંભળતા લોકોએ મુસ્લિમ વિસ્તારમાં રોષ ઠાલવ્યો હતો. લોકોએ મુસ્લિમ વિસ્તારમાં આવેલા વાહનો અને ઘરોમાં તોડફોડ કરીને આંગ ચાપી દીધી હતી. ત્યારે ઘટનાસ્થળ સહિત સમગ્ર વિસ્તારને અલર્ટ મોડમાં જાહેર કર્યું છે. તેની સાથે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

આ પણ વાંચો: Baba Siddique ની હત્યામાં ચોથા આરોપીની થઈ ઓળખ, પટિયાલા જેલમાંથી….