Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Allegation : ખાલિસ્તાની આતંકવાદીને મારવાનું કાવતરું ઘડનાર વિકાસ યાદવ કોણ?

10:12 AM Oct 18, 2024 |
  • અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો ભારતના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી પર આરોપ
  • ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી એ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું
  • અમેરિકાનું કહેવું છે કે તે અધિકારીનું નામ વિકાસ યાદવ છે

Allegation : અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ (Allegation )લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે તે અધિકારીનું નામ વિકાસ યાદવ છે, જે અત્યાર સુધી અમેરિકામાં હતા. પરંતુ થોડા સમય પહેલા તેમને પરત બોલાવવામાં આવ્યા હતા. અમેરિકા અને ભારત બંનેએ ગુરુવારે કહ્યું હતું કે સંબંધિત અધિકારીને હટાવવામાં આવ્યા છે. અમેરિકાએ કહ્યું હતું કે અમે ભારત દ્વારા આ મામલાની તપાસથી સંતુષ્ટ છીએ. અમેરિકા કહે છે કે અમે વિકાસ યાદવ સામે ત્રણ આરોપો મૂક્યા છે, જેમાંથી બે મુખ્ય છે – પન્નુની હત્યા અને મની લોન્ડરિંગનું કાવતરું.

વિકાસ યાદવ હવે સરકારી અધિકારી નથી

વિકાસ યાદવ વિશે પ્રાપ્ત માહિતી અનુસાર, તે હવે સરકારી અધિકારી નથી. અમેરિકી ન્યાય વિભાગનું કહેવું છે કે તે હાલમાં ફરાર છે. અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સી એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ આ અંગે નિવેદન જારી કરીને કહ્યું, ‘એફબીઆઈ હિંસાની ઘટનાઓને સ્વીકારશે નહીં. આ સિવાય અમેરિકામાં રહેતા લોકો પાસેથી બદલો લેવાનો પ્રયાસ પણ સ્વીકાર્ય નથી. અમેરિકામાં રહેતા લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ થાય તે મહત્વનું છે.

આ પણ વાંચો–હવે લોરેન્સ બિશ્નોઇની Canada Controversy માં એન્ટ્રી…

અમેરિકન એજન્સીઓનો આરોપ છે કે વિકાસ યાદવ આમાં સામેલ હતા

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો છે કે પન્નુની હત્યાનું કાવતરું મે 2023માં શરૂ થયું હતું. અમેરિકન એજન્સીઓનો આરોપ છે કે વિકાસ યાદવ આમાં સામેલ હતા. તે ભારતમાં અને બહાર કામ કરતા એજન્ટો સાથે સંકળાયેલા હતા. ભારતે ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યો છે અને તેને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. આરોપમાં એવું કહેવામાં આવ્યું છે કે વિકાસ યાદવે પોતે નિખિલ ગુપ્તા નામના વ્યક્તિને નોકરી પર રાખ્યો હતો. તેને પન્નીની હત્યાની જવાબદારી સોંપવામાં આવી હતી. નિખિલ ગુપ્તા સામે આ મામલામાં સૌથી પહેલા અમેરિકાએ તપાસ શરૂ કરી હતી.

ગુપ્તાએ  પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું

અમેરિકાની મેનહટન કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિકાસ યાદવે ગુપ્તાને નોકરી પર રાખ્યો હતો. ત્યારબાદ ગુપ્તાએ જ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. નિખિલ ગુપ્તા ગયા વર્ષે જૂનમાં ભારતથી પ્રાગ ગયો હતો. ત્યાં તેની ચેક સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને પછી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં નિખિલ ગુપ્તાએ નિર્દોષ હોવાની દલીલ કરી હતી. યુએસ એટર્ની જનરલે કહ્યું કે તાજેતરના આરોપો દર્શાવે છે કે અમેરિકા તેના કોઈપણ નાગરિકની સુરક્ષા સાથે ચેડા થવા દેશે નહીં. આપણા તમામ નાગરિકોનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે.

આ પણ વાંચો–ખાલિસ્તાનીઓનો ખુલાસો! તો શું આતંકવાદીઓ ચલાવે છે કેનેડાની સરકાર?