- સગીરા સાથે સંબંધીએ શારીરિક સંબંધ બાંધ્યા
- 8 મહિના સુધી બળજબરીપૂર્વક સંબંધ બાધ્યો
- ભગતપુર પોલીસ સઘન તપાસ હાથ ધરી છે
UP Moradabad cousin raped sister : Uttar Pradesh ના Moradabad જિલ્લામાં આવેલા ભગતપુર વિસ્તારમાં એક સંબંધીએ સગીરા સાથે હૈવાનિયતને અંજામ આપ્યો છે. તે ઉપરાંત આરોપીએ પોતાના ગુનાને છૂપાવવા માટે પોતાની માતા અને તેના ભાઈ સાથે મળીને સગીરાને એસિડની દવા પીવડાવી હતી. ત્યારે એસિડની દવા પીવાથી પીડિતાની સ્થિતિ ગંભીર થઈ હતી. ત્યારે સગીરાના પરિવારજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
સગીરા સાથે સંબંધીએ શારીરિક સંબંધ બાંધ્યા
Uttar Pradesh ના Moradabad જિલ્લામાં આવેલા ભગતપુર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એક પિતાએ પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સગીરાના ઘરમાં જાવેદ નામનો વ્યક્તિ અવાર-નવાર કોઈપણ કામ માટે આવતો હતો. ત્યારે તેણે એકવાર સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારે આ સંપૂર્ણ ઘટનાના આશરે કુલ 8 મહિલા પસાર થઈ ગયા હતાં.
આ પણ વાંચો: Jharkhand ની ફેક્ટરીમાં વિનાશકારી વિસ્ફોટ, 1 નું મોત અને અન્ય ઘાયલ
8 મહિના સુધી બળજબરીપૂર્વક સંબંધ બાધ્યો
જોકે આ 8 મહિનામાં અનેકવાર જાવેદ લગ્ન કરવાની લાલચ આપીને પીડિતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. તેના કારણે કે સગીરા ગર્ભવતી બની હતી. તો જ્યારે સગીરાએ આ માહિતી જાવેદને જણાવી હતી. ત્યારે તેણે સગીરાનો ગર્ભપાત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે આરોપી જાવેદે તેની માતા અને તેના ભાઈની મદદથી એસિડની દવા સગીરાને પીવડાવી હતી. જેના કારણે સગીરાની હાલથ ખુબ જ ખરાબ થઈ હતી. હાલમાં સગીરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ભગતપુર પોલીસ સઘન તપાસ હાથ ધરી છે
પોલીસે પિતાની ફરિયાદના આધારે 3 લોકો વિરુદ્ધ ફિરાયાદ નોંધી છે. ત્યારે હાલમાં, સમગ્ર મામલે ભગતપુર પોલીસ સઘન તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત આરોપીને પકડવામાં આવ્યો નથી. કારણ કે… હજુ સુધી ફરિયાદમાં જણાવેલા આરોપીઓ વિરુદ્ધ કોઈ સચોટ સબૂત મળ્યા નથી.
આ પણ વાંચો: મા દુર્ગાના વિસર્જન સમયે મુસ્લિમ વિસ્તારમાં યાત્રા ઉપર પથ્થમારો અને ગોળીબાર…