- પક્ષીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે જામનગર
- આ પહેલા જામનગરમાં ક્યારે જોવા મથી મળ્યા આ પક્ષી
- કાળા તેતર મોટા ભાગે કચ્છમાં જોવા મળતા હોય છે
Jamnagar: ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ અને વસ્તુઓ આવેલી છે જેની ગણના આખી દુનિયામાં થાય છે. ત્યારે અત્યારે જામનગરમાં એક એવું પક્ષી જોવા મળ્યું છે જે ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જોવા મળે છે. નોંધનીય છે કે, પક્ષીજગતમાં બની અનોખી ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જોવા મળતા પક્ષી Jamnagar માં જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ પહેલા ક્યારેય જામનગરમાં કાળા તેતર જોવા મળ્યાં જ નથી.
આ પણ વાંચો: kalol નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને મોટો હોબાળો, ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા અને…
પક્ષીઓ માટે સ્વર્ગ સમાન ગણાય છે જામનગર
ઉલ્લેખનીય છે કે, ભારતમાં 1200 કરતા વધુ પ્રકારના નાના-મોટા અને રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે. ખુશીની અને ગૌરવની વાત એ છે કે, જામનગરને પક્ષીઓ માટે સ્વર્ગ સમાન ગણવામાં આવે છે. અહીં દર વર્ષે અનેક દેશમાંથી વિદેશી પક્ષીઓ આવતાં હોય છે. જ્યારે આ વર્ષે બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા છે. કાળા તેતર જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં અનેકો ઉત્સાહ જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Kutch: સફેદ રણમાં અત્યારે દરિયા જેવો નજારો, જુઓ આ Video
જામનગરમાં કાળા તેતર જોવા મળ્યાં પક્ષીપ્રેમીઓમાં આનંદ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પક્ષી પ્રેમી અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર યશોધનભાઈ ભાટિયા, આશિષ પાણખાણીયા અને હિરેન ખમભાયતા સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ કરવા ગયા ત્યારે કાળી તેતર દેખાઈ હતી. જેથી તેઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળી છે, એટલું જ નહીં પરંતુ વિદેશમાંથી પણ અહીં પક્ષીઓ આવતા હોય છે. જેથી Jamnagar પક્ષીઓની પહેલી પસંદ બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Borsad: ખાનગી શાળાએ શિક્ષક દિવસને લજવ્યો! ફી ના ભરી તો વિદ્યાર્થીઓ સાથે…