-
Pakistan માં આવેલું Shiv મંદિર આશેર 5000 વર્ષ જૂનું
-
આ મંદિરની આસપાસ અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે
-
આ વીડિયોને અત્યાર સુધી 60 લાખ લોકોએ નિહાળ્યો છે
Pakistan Shiv Temple Viral Video: હિન્દુ ધર્મમાં દેવોના દેવ મહાદેવ Shiv ને માનવામાં આવે છે. કારણ કે… ભારતમાં વિશેષ રૂપે 12 જ્યોતિર્લિંગ આવેલા છે. તે ઉપરાંત ભારતમાં અનેક ઐતિહાસિક મહાદેવના મંદરિ આવેલા છે. તો ભારતના પાડોશી દેશમાં પણ મહાદેવની પૂજા કરવામાં આવે છે. ત્યારે પાડોશી દેશ Pakistan, અફગાનિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ અનેક ઠેકાણે મહાદેવના પ્રાચીન મંદિર આવેલા છે. ત્યારે Pakistan માં આવેલા Shiv મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Pakistan માં આવેલું Shiv મંદિર આશેર 5000 વર્ષ જૂનું
લોકોની આસ્થા સાથે જોડાયેલું આ Shiv મંદિરમાં અનેક લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. ત્યારે Pakistan માં આવેલા Shiv મંદિરને જોઈને સ્વાભાવિક છે કે, કોઈપણ Shiv ભક્ત ભાવુક થઈ જાય. તો Pakistan માં આવેલું Shiv મંદિર આશેર 5000 વર્ષ જૂનું માનવામાં આવે છે. તો આ Shiv મંદિર Pakistan માં આવેલા સૌથી સુંદર સ્થળ પૈકી એક સ્થળ પર આવેલુ છે. જોકે આ Shiv મંદિરનો એક વિદેશી સહેલાણીએ વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો: તૂફાનને કારણે સાગરમાં જોવા મળતી Jellyfish અંબરમાં નજરે આવી
આ મંદિરની આસપાસ અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે
ત્યારે આ વિદેશી સહેલાણીએ વીડિયો પોસ્ટ કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે, તમે ક્યારેય પણ Pakistan માં કોઈ હિન્દુ મંદિરને જોયું છે. તો આ યુવતી આ Shiv મંદિરના ખૂણે-ખૂણે જઈને તેના દર્શન ભારતવાસીઓને કરાવી રહી છે. તો મંદિરની વચ્ચે એક કુંડ પણ આવેલું છે. જે આ મંદિરની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. જોકે આ મંદિરની આસપાસ અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જે પ્રાચીન સમયથી Shiv મંદિર ઉપરાંત અનેક હિન્દુ દેવી-દેવતાઓનું પ્રતીક માનવામાં આવી રહ્યા છે.
આ વીડિયોને અત્યાર સુધી 60 લાખ લોકોએ નિહાળ્યો છે
જોકે હાલ, ભારત-Pakistan વચ્ચેના સંબંધો યોગ્ય ન હોવાના કારણે, સામાન્ય માણસ આ મંદિરના દર્શન કરી શેક, તે શક્ય નથી. ત્યારે જે લોકોએ પણ આ મંદિરના આધુનિક રીતે દર્શન કર્યા છે, તે તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. ત્યારે આ વીડિયો voyagerkapl નામથી instagram માં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 60 લાખ લોકોએ નિહાળ્યો છે અને 25 લાખ લોકોએ પસંદ કર્યો છે. તો આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ભારતીયો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો: ફ્લાઇટમાં મુસાફરો ત્યારે ડરી ગયા જ્યારે પાયલોટે કહ્યું – Sorry મને વિમાન લેન્ડ કરતા નથી આવડતું