+

ભાજપે બિનહરીફ રીતે 71 ટકા સીટો પર જમાવ્યો કબ્જો, જાણો આ રાજ્યનું આખુ ગણીત

નવી દિલ્હી :  ત્રિપુરામાં સત્તાપક્ષ ભાજપે ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીમાં કોઇ ચૂંટણી લડ્યા વગર જ જીત પ્રાપ્ત કરી લીધી છે. મંગળવારે ચૂંટણી અધિકારીએ આ અંગે અધિકારીક માહિતી આપી હતી. ભાજપ ઉમેદવારોએ…

નવી દિલ્હી :  ત્રિપુરામાં સત્તાપક્ષ ભાજપે ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીમાં કોઇ ચૂંટણી લડ્યા વગર જ જીત પ્રાપ્ત કરી લીધી છે. મંગળવારે ચૂંટણી અધિકારીએ આ અંગે અધિકારીક માહિતી આપી હતી. ભાજપ ઉમેદવારોએ રાજ્યની 71 ટકા સીટો પર નિર્વિરોધ જીત પ્રાપ્ત કરી લીધી છે. પંચાયત પ્રણાલીમાં કૂલ 6889 સીટો છે, જેમાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતી અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. બાજપને 4805 સીટો પર બિનહરીફ જીત પ્રાપ્ત થઇ છે. મતદાન 8 ઓગસ્ટે થાય તે પહેલા જ ભાજપે આ સીટો પર જીત પ્રાપ્ત કરી લીધી છે.

આ પણ વાંચો – Kawad Yatra Viral Video: કળયુગમાં પુત્ર અને પુત્રવધૂ વૃદ્ધ માતાને કાવડ યાત્રા કરાવવા નીકળ્યા

ત્રિપુરામાં રાજ્ય ચૂંટણી પંચના સચિવ અસિત કુમાર દાસે જણાવ્યું કે, ગ્રામ પંચાયતોમાં ભાજપને કૂલ 6370 સીટમાંથી 4550 પર બિનહરીફ જીત પ્રાપ્ત કરી છે. જેના કારણે 71 ટકા સીટો પર મતદાન નહીં થાય. તેમણે આગળ જણાવ્યું કે, જે 1819 ગ્રામ પંચાયત સીટો પર મતદાન થશે તેમાંથી ભાજપે 1809 પર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે માકપાએ 1222 અને કોંગ્રેસે 731 સીટ પર ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપની સહયોગી ટિપરા મોથાએ 138 સીટો પર ઉમેદવાર જીત્યા છે.

આ પણ વાંચો – Balasore : સરકારે 10 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા, વિશ્વમાં ખળભળાટ

પંચાયત સમિતીમાં 423 માં 235 સીટો પર ભાજપનો કબ્જો
ઇસ્ત કુમારે કહ્યું કે, પશ્ચિમી ત્રિપુરા જિલ્લાના મહેશખલા પંચાયતની સીટ પર હાલ ચૂંટણી નહીં થાય. આ સીટ પરથી ભાજપ ઉમેદવારનું મોત નિપજ્યું હતું. દાસે કહ્યું કે, પંચાયત સમિતીઓમાં ભાજપે કૂલ 423 સીટોમાંથી 235 સીટ બિનહરીફ જીતી લીધી છે. જે કૂલ સીટના 55 ટકા છે. હવે 188 સીટો માટે મતદાન થશે. દાસે કહ્યું કે, ભાજપે 116 જિલ્લા પરિષદની સીટમાંથઈ 20 પર બિનહરીફ જીત પ્રાપ્ત કરી જે કૂલ સીટના લગભગ 17 ટકા છે.

ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી કરવા અને પરત લેવાની અંતિમ તારીખ 22 જુલાઇ 2024 હતી.મતદાન 8 ઓગસ્ટના રોજ થવાનું છે. મતની ગણતરી 12 ઓગસ્ટના રોજ થશે. ગત્ત ચૂંટણીમાં ત્રિસ્તરીય પંચાયત પ્રણાલીમાં ભાજપને 96 ટકા સીટ પર બિનહરીફ જીતો પ્રાપ્ત થઇ હતી.

આ પણ વાંચો – Lunar Eclipse : શનિ સાથે ચંદા મામા આજે રમશે સંતાકૂકડી…

Whatsapp share
facebook twitter