- આ નિયમને 12 ઓક્ટોબરથી અમલીકરણ કરવામાં આવ્યો
- હવે માણસને ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત દારૂ મળશે
- આંધપ્રદેશની મુસાફરી દરમિયાન તમે આ લાભ લઈ શકશો
AP liquor Policy : India માં Liquor નું વેચાણ કરવાથી ભારતના નાણાકીય ભંડોળમાં બહોળો વધારો થાય છે. ત્યારે ભારતમાં વિવિધ પ્રકારના Liquor જોવા મળે છે. ત્યારે અનેક Liquor ની બોટલની કિંમત હજારોની સંખ્યામાં છે. ત્યારે સૌથી વધુ ભારતમાં Liquor નું વેચાણ દક્ષિણ ભારતમાં થાય છે. ત્યારે દક્ષિણ ભારતમાં આવેલા રાજ્ય Andhra Pradesh ની અંદક મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક ખાસ નીતિ જાહેર કરી છે.
આ નિયમને 12 ઓક્ટોબરથી અમલીકરણ કરવામાં આવ્યો
Andhra Pradesh ની અંદર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના જાહેર કરેલા આદેશ મુજબ 99 રૂપિયામાં 180 મિલીલીટરની Liquor ની બોટલ મળી શકે છે. આ નિયમને 12 ઓક્ટોબરથી અમલીકરણ કરવામાં આવ્યો છે. તો મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ એક પછી એક ચૂંટણીમા કરેલા વાયદાઓને પૂરા કરવાની હોળમાં લાગી રહ્યા છે. જોકે Andhra Pradesh ના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ Liquor નીતિ અંગે જે વચન આપ્યું હતું. તે પૂરું કરીને બતાવ્યું છે. આ નીતિના અમલથી Liquor પીનારાઓની સંખ્યામાં ભારે વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો: Jammu and Kashmir માં એક્શન શરૂ, ઓમર અબ્દુલ્લાએ તાબડતોડ લીધા આ નિર્ણયો…
Andhra Pradesh has a new liquor policy! And here is what it could mean for you
Liquor is a tricky business in India. There’s no one-size-fits-all approach to regulating it. Each state makes its own rules, which means taxes, distribution, and pricing can vary wildly across… pic.twitter.com/AzOtinBYPx
— Finshots (@finshots) October 14, 2024
હવે માણસને ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત દારૂ મળશે
Andhra Pradesh માં New Liquor Policy હેઠળ સરકાર 99 રૂપિયા કે તેનાથી ઓછી કિંમતે ઘણી બ્રાન્ડની Liquor સરળતાથી મળી શકશે. એટલું જ નહીં Liquor ની દુકાનો હવે વધુ ત્રણ કલાક ખુલ્લી રહેશે. આ નવી નીતિ સાથે સરકારે 2000 કરોડ રૂપિયાથી વધુની આવકનો લક્ષ્યાંક રાખ્યો છે. મુંખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સરકારે Andhra Pradesh માં સામાન્ય માણસને ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત Liquor ઉપલબ્ધ કરાવવાનો છે. સરકારે ખાનગી કંપનીઓને Liquor ની છૂટક વેચાણની મંજૂરી આપવાનો પણ નિર્ણય લીધો છે. Andhra Pradesh ની નવી Liquor ની નીતિ સાંભળીને અન્ય રાજ્યોના લોકો પણ આશ્ચર્યચકિત થઈ જશે.
આંધપ્રદેશની મુસાફરી દરમિયાન તમે આ લાભ લઈ શકશો
ત્યારે જો તમે Andhra Pradesh થી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમને માત્ર 2 લિટર Liquor લાવવાની છૂટ છે. આ નિયમ ઉલ્લંઘન ઉપર 500 રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ થઈ શકે છે અને આગળની મુસાફરીની ટિકિટ કેન્સલ થઈ શકે છે. જો તમે કારમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમે એક લિટર Liquor લાવી શકો છો. આનાથી વધુ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. જો તમે વિમાનમાં મુસાફરી કરી રહ્યાં છો, તો તમે વધુ આલ્કોહોલ લાવી શકો છો, પરંતુ કેટલાક નિયમો છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો: ખેડૂતોમાં આનંદો! Modi Government એ ઘઉં અને ચણા સહિત 6 રવિ પાક પર MSP વધારી