Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપમાં સૌથી મોટું સુરક્ષા સંકટ: યુક્રેનના વિદેશ મંત્રી

06:56 PM Apr 22, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ તેના ચરમ પર પહોંચ્યો છે. સતત યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશો વચ્ચે ક્યારે યુદ્ધ શરુ તઇ જાય તે કહેવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં રશિયા દ્વારા યુક્રેનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવવામાં આવ્યા છે. આ સિવાય એક દિવસ પહેલા જ રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના જે વિસ્તારોને સ્વતંત્ર દેશોની માન્યતા આપી હતી તેમની સાથે રાજદ્વારી સંબંધો પણ બનાવવાનું શરુ કરી દીધું છે. રશિયાના આ પગલા બાદ યુરોપિયન યુનિયન, બ્રિટન અને અમેરિકા પણ એક્શનમાં આવ્યા છે. બ્રિટન અને અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત પણ કરી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે યુક્રેન સંકટ પર સંયુક્ત રાષ્ટ્રની મહાસભા (યુએનજીએ) મળી છે. જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.

યુક્રેનના વિદેશ મંત્રીએ શું કહ્યું?
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું ‘દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ અત્યારે યુરોપમાં સૌથી મોટું સુરક્ષા સંકટ સર્જાયુ છે.  કટોકટીની આ સ્થિતિ રશિયા દ્વારા એકપક્ષીય રીતે બનાવવામાં આવી રહી છે અને તેને વધારી રહી છે. રશિયાએ યુક્રેન પર લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. યુક્રેને ક્યારેય કોઈને ધમકી આપી નથી કે હુમલો કર્યો નથી. યુક્રેને ડોનબાસમાં ક્યારેય કોઈ લશ્કરી હુમલાનું આયોજન કર્યું નથી, ન તો કોઈ ઉશ્કેરણી અથવા તોડફોડકરી છે. અત્યારે રશિયાને રોકવા માટેની આ છેલ્લી તકનો ઉપયોગ કરવો જોઇએ. એ સ્પષ્ટ છે કે રાષ્ટ્રપતિ પુતિન હવે જાતે રોકાશે નહીં. આપણે બધા જાણીએ છીએ કો જો યુક્રેનમાં યુદ્ધ થયું તો તે વિશ્વ વ્યવસથાનો અંત હશે. આપણે ઈતિહાસના ખૂબ જ મહત્વના વળાંક પર ઉભા છીએ અને આ ઘટના હવે આપણું ભવિષ્ય નક્કી કરશે. આપણે એવી કોઇ પણ ભુલનું પુનરાવર્તન ના કરી શકીએ, જેવી ભુલોના કારણે અગાઉ વિશ્વયુદ્ધ થયા હતા’

મહાસભામાં રશિયાએ શું કહ્યું?
યુક્રેન બાદ રશિયા દ્વારા પણ પોતાની વાત કહેવામાં આવી છે. રશિયાએ કહ્યું કે યુક્રેન સંકટ પર અમેરિકાનો ચંચુપાત યોગ્ય નથી. રશિયાના રાજદૂતે મહાસભામાં કહ્યું કે યુક્રેન સતત રશિયા વિરોધી થતું જાય છે. ઉપરાંત ડોનબાસ ક્ષેત્રમાં યુક્રેન દ્વારા નરસંહાર કરવામાં આવી રહ્યો છે. જેથી રશિયા હવે ચૂપ નહીં બેસે. 
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમેરિકાા દ્વારા સતત એવા દાવા કરવામાં આઆવી રહ્યા છે કે રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કર શકે છે. આ સિવાય રશિયાના વિદેશ મંત્રાલય તથા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન દ્નારા આ અંગે વિવિધ નિવેદનો પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત આજે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધોની પણ જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે રશિયા અમેરિકા પર ભડક્યું છે. પહેલા રશિયાના વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન આપ્યું હતું. જયારે હવે યુએનજીએની અંદર રશિયાના રાજદૂત દ્વારા પણ અમેરિકાને યુક્રેન સંકટમાં દખલગીરી કરવાાની ના પાડડવામાં આવી છે.

યુક્રેન પર વધુ એક સાયબર એટેક
આ સમયે યુક્રેનને રશિયાથી તો જોખમ છે જ,  પરંતુ બીજી તરફ તેના પર સાયબર હુમલા પણ વધી થઈ રહ્યા છે. ફરી એકવાર કોઈએ યુક્રેન પર સાયબર એટેક ર્યો છે. યુક્રેનની સરકારી, વિદેશ મંત્રાલય અને રાજ્ય સુરક્ષા સેવાની વેબસાઈટ બુધવારે ડાઉન થઈ ગઈ હતી. યુક્રેનની સરકાર દ્વારા આને બીજો મોટો સાયબર હુમલો ગણાવાયો છે. યુક્રેનિયન અધિકારીઓએ કહ્યું કે આ અઠવાડિયે અમે ઓનલાઈન ચેતવણીજોઇ હતી કે હેકર્સ સરકારી એજન્સીઓ, બેંકો અને સંરક્ષણ ક્ષેત્ર પર મોટો સાયબર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. આવા અનેક હુમલાઓનો સામનો કરી ચુકેલા યુક્રેને આ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે.