+

યુક્રેનના રાષ્ટ્રપતિ કીવ છોડીને ભાગ્યા? રશિયન મીડિયાનો દાવો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયન સૈન્ય કીવની અંદર પહોંચી ચુક્યું છે. સતત હુમલા થઈ રહ્યા છે. દરમિયાન, રશિયન રાજ્ય ડ્યુમાના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોડિને શનિવારે જણાવ્યું હતું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકી કીવ છોડી ભાગી ગયા છે, તેઓ લ્વોવ ભાગી ગયા છે. તેમણે કહ્યું કે, જોલેન્સકી ગઈકાલના હુમલા બાદ રાજધાની કીવમાંથી ભાગી ગયા હતા.જેલેન્સકી ભાગી ગયા?વ્યાચેસ્લ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયન સૈન્ય કીવની અંદર પહોંચી ચુક્યું છે. સતત હુમલા થઈ રહ્યા છે. દરમિયાન, રશિયન રાજ્ય ડ્યુમાના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોડિને શનિવારે જણાવ્યું હતું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકી કીવ છોડી ભાગી ગયા છે, તેઓ લ્વોવ ભાગી ગયા છે. તેમણે કહ્યું કે, જોલેન્સકી ગઈકાલના હુમલા બાદ રાજધાની કીવમાંથી ભાગી ગયા હતા.
જેલેન્સકી ભાગી ગયા?
વ્યાચેસ્લાવ વોલોડિન દાવો કર્યો છે કે, જેલેન્સ્કીએ ઉતાવળમાં કીવ છોડી દીધું છે. તે ગઈકાલે યુક્રેનની રાજધાનીમાં નહોતો. તેમના ક્રૂ સાથે, તે લ્વોવ શહેરમાં ભાગી ગયા છે, જ્યા તે તેમના સહાયકો સાથે છે. જે વિડીયો સોશિયલ મીડિયા પર મુકવામાં આવી રહ્યો છે તે પહેલાથી જ બનાવવામાં આવ્યો હતો. અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકીએ દાવો કર્યો હતો કે, તેઓ કીવમાં છે. તેમણે એક વિડીયો જાહેર કરીને કહ્યું કે, તે દેશ છોડીને ક્યાંય જવાના નથી. ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયા સામે લડવા માટે હથિયારોની જરૂર છે. તેઓ એકલા હાથે રશિયન સેનાનો સામનો કરી રહ્યા છે.
યુક્રેનમાં દરેક જગ્યાએ પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે. રશિયન સેના આજે ત્રીજા દિવસે પણ યુક્રેનના શહેરો પર ગોળીબાર કરી રહી છે. રશિયન એરક્રાફ્ટે નોટોપમાં બે વિસ્ફોટ કર્યા છે. એવી આશંકા છે કે, રશિયા ખાર્કિવ એરપોર્ટ પર પણ હુમલો કરી શકે છે. રશિયન દળો ખાર્કિવ અને રાજધાની કીવમાં પ્રવેશ્યા છે. ત્યાના સામાન્ય લોકો હાથમાં બંદૂકો લઈને ઉતરી આવ્યા છે. શેરીએ શેરીએ લડાઈ ચાલી રહી છે. દરમિયાન આજે યુએસ એરફોર્સના ત્રણ એરક્રાફ્ટ રોમાનિયા એરસ્પેસમાં ઉડતા જોવા મળ્યા હતા. આ વિમાનોએ ત્રણ કલાકથી વધુ સમય સુધી ઉડાન ભરી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે, બ્રિટન અને યુએસ સહિત કુલ 28 દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે અને આ દેશો રશિયાનો મુકાબલો કરવા માટે હથિયાર આપશે. આ પહેલાના સંજોગોને જોતા અમેરિકાએ રશિયા સામે લડવા માટે યુક્રેનને 600 મિલિયન ડોલરની સુરક્ષા સહાયની જાહેરાત કરી હતી. યુક્રેનને મદદ કરવા માટે નેધરલેન્ડ ત્યાં 200 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ મોકલશે.
Whatsapp share
facebook twitter