Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયા પર યુક્રેનનો સાયબર એટેક, રશિયન સૈનિકો કીવથી માત્ર 30 કિલોમીટર દૂર

07:02 AM Apr 29, 2023 | Vipul Pandya

રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ગંભીર બની ગયું છે. રશિયન સેના દ્વારા યુક્રેન પર થયેલા હુમલામાં 137 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 10 સૈન્ય અધિકારીઓ પણ સામેલ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 316 લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકી સુરક્ષા અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, આગામી 96 કલાકમાં રશિયા યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરી શકે છે.
રશિયાની અનેક વેબસાઈટ ઠપ્પ 
રશિયન સેના કીવની નજીક પહોંચી ચુકી છે, રશિયન સૈનિકો કીવથી માત્ર 30 કિલોમીટર દૂર છે. ત્યારે યુક્રેને રશિયા પર સાયબર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ રશિયાની ઘણી વેબસાઈટ ઠપ્પ થઈ ગઈ ચુકી છે. 
સવારના 4 વાગ્યા થી શરૂ થયા હુમલા 
યુક્રેનની રાજધાની કીવમાં શુક્રવારે સવારે 4 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) હુમલા શરૂ થયા હતા. જયારે, યુક્રેને કહ્યું છે કે, રાજધાની કીવમાં એક રશિયન જેટને તોડી પાડ્યું છે.
અમારો દેશ રશિયા સાથે લાડવા એકલો પડી ગયો :વોલોડીમિર જેલેંસ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેંસ્કીએ કહ્યું કે, તેમનો દેશ રશિયા સામે લડવા માટે એકલો પડી ગયો હતો. તેમણે કહ્યું કે, બધા ડરી ગયા છે. અમારી સાથે લડવા માટે કોઈ ઊભું નથી.