+

યુક્રેનના રાષ્ટ્રપતિએ વિડીયો જાહેર કર્યો, કહ્યું- અમે અમારા દેશની સુરક્ષા માટે ઉભા છીએ

યુક્રેન - રશિયા વચ્ચેના છેલ્લા 2 દિવસ થી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના ત્રીજા દિવસે રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવમાં પ્રવેશી શકે છે અને ગમે ત્યારે કબજે કરી શકે છે, યુક્રેન હજુ પણ હાર માનવા તૈયાર નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વેલોડીમીર ઝેલેન્સકીના નવા વિડીયો સંદેશ પરથી અંદાજ લગાવી શકાય છે. યુક્રેન અત્યારે ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી
યુક્રેન – રશિયા વચ્ચેના છેલ્લા 2 દિવસ થી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના ત્રીજા દિવસે રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવમાં પ્રવેશી શકે છે અને ગમે ત્યારે કબજે કરી શકે છે, યુક્રેન હજુ પણ હાર માનવા તૈયાર નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વેલોડીમીર ઝેલેન્સકીના નવા વિડીયો સંદેશ પરથી અંદાજ લગાવી શકાય છે. યુક્રેન અત્યારે ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર એક નવો વિડીયો સંદેશ જાહેર કર્યો છે.
આ વીડિયો મેસેજમાં કેટલાક અન્ય સહયોગીઓ પણ ઝેલેન્સકી સાથે ઉભા જોવા મળે છે. વિડીયો જાહેર કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે,”અમે અહીં છીએ. અમારી સેના પણ અહીં છે. અમારા નાગરિકો પણ અહીં છે. અમે અમારી સ્વતંત્રતાની રક્ષા કરવા માટે અહીં છીએ. અમે અમારા દેશની રક્ષા કરી રહ્યા છીએ અને કરતા રહીશું’
 યુક્રેનના વડાપ્રધાન, ચીફ ઑફ સ્ટાફ તેમની સાથે આ વીડિયોમાં.” રાષ્ટ્રપતિ ભવનના સ્ટાફ અને અન્ય કેટલાક અધિકારીઓ પણ છે.”
રાષ્ટ્રપતિએ દેશ છોડ્યો છે તેવી અફવા 
ઝેલેન્સકીએ આ વિડીયો સંદેશ એવા સમયે જાહેર કર્યો છે જ્યારે તેના દેશમાંથી ભાગી જવાની અફવાઓ આગની જેમ ફેલાઈ રહી હતી. આવી સ્થિતિમાં તેણે વિડીયો જાહેર કરીને પુષ્ટિ કરી છે કે તે કિવમાં છે અને પોતાના દેશની રક્ષા માટે અંતિમ શ્વાસ સુધી લડતા રહેશે.
Whatsapp share
facebook twitter