+

યુક્રેને 18 થી 60 વર્ષના પુરુષોના દેશ છોડવા પર મુક્યો પ્રતિબંધ

યુક્રેને તેના દેશના નાગરિકોને પણ રશિયા વિરુદ્ધ મેદાન-એ-જંગમાં તૈનાત રહેવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ આ નિર્ણય લીધો છે. આ સિવાય 18 થી 60 વર્ષની વયજૂથના લોકો પર પણ યુક્રેન છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.યુક્રેન સતત રશિયન હુમલાઓથી ખરાબ રીતે ઘેરાયેલું જણાય છે, પરંતુ તે સતત લડી રહ્યું છે .યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરીથી શસ્ત્રો મૂકવાની રશિયાની ધમકીà
યુક્રેને તેના દેશના નાગરિકોને પણ રશિયા વિરુદ્ધ મેદાન-એ-જંગમાં તૈનાત રહેવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ આ નિર્ણય લીધો છે. આ સિવાય 18 થી 60 વર્ષની વયજૂથના લોકો પર પણ યુક્રેન છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
યુક્રેન સતત રશિયન હુમલાઓથી ખરાબ રીતે ઘેરાયેલું જણાય છે, પરંતુ તે સતત લડી રહ્યું છે .યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરીથી શસ્ત્રો મૂકવાની રશિયાની ધમકીને નકારી કાઢી છે. નાગરિકોને યુદ્ધમાં ઉતારવાના નિર્ણય થી સ્પષ્ટ થઇ જાય છે કે યુક્રેન લડી લેવાના મૂડમાં છે અને  સરળતાથી હાર માની રહ્યું નથી. ઝેલેન્સકીની સત્તાવાર વેબસાઇટે General Mobilizationનો ઓર્ડર પ્રકાશિત કર્યો છે. જેમાં દેશના નાગરિકોને યુદ્ધ માટે તૈનાત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જાણો શું છે આ આદેશમાં ? 
આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય યુક્રેન વિરુદ્ધ રશિયન સૈન્ય કાર્યવાહી અને દેશના સંરક્ષણના હિતમાં લેવામાં આવ્યો છે. આ યુદ્ધને ચાલુ રાખવા અને યુક્રેનના સશસ્ત્ર દળો અને સહયોગી લશ્કરી એકમોને મદદ કરવાની મંજૂરી આપવામાં આવશે.
 
બીજી તરફ, યુક્રેનની બોર્ડર ડિફેન્સ સર્વિસના વડા ડેનિલ મેન્શિકોવે આદેશ આપ્યો છે કે, 18 થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેણે ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે, યુદ્ધને ધ્યાનમાં રાખીને, આ વય જૂથના પુરુષોને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કૃપા કરીને ગભરાશો નહીં અને પરવાનગી વિના સરહદ પાર કરવાનો પ્રયાસ કરશો નહીં.
રશિયાની સેના સામે યુક્રેનની સેના બહુ શક્તિશાળી નથી, પરંતુ તેની ઝૂકવા તૈયાર નથી. રશિયા સતત બોમ્બમારો કરીને યુક્રેનને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. યુક્રેને કેટલાંક રશિયન વિમાનો અને સૈનિકોને પણ તોડી પાડ્યા છે.
Whatsapp share
facebook twitter