Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

UAE ના એક પત્રકારે Vande Bharat Sleeper નો વીડિયો શેર કરીને….

06:35 PM Oct 18, 2024 |
  • કુલ 100 જેટલી Vade Bharat Express Train કાર્યરત
  • વિકલાંગો માટે વિશેષ બર્થ અને ટોઇલેટ જેવી સુવિધાઓ
  • અન્ય જિલ્લામાં નવી વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો

Vande Bharat Sleeper Train : Vade Bharat Express Train ની પ્રશંસા વિદેશ સુધી થઈ રહી છે. તાજેતરમાં UAE ના એક પત્રકારે Vade Bharat Express Train નો એક વીડિયો શેર કરીને તેની આધુનિકતાની ખુબ પ્રશંસા કરી છે. ત્યારે UAE ના એક પત્રકારે ભારતીય ટ્રેનની સરખામણી વિદેશની આદ્યતન ટ્રેન સાથે કરી છે. ત્યારે દેશની પ્રથમ Vade Bharat Express Train એ 15 ફેબ્રુઆરી 2019 ના રોજ દોડાવવામાં આવી હતી.

કુલ 100 જેટલી Vade Bharat Express Train કાર્યરત

Vade Bharat Express Train ને સૌ પ્રથમ દિલ્હી-કાનપુર-અલ્હાબાદ-વારાણસીની વચ્ચે દોડાવવામાં આવી હતી. ત્યારે હાલમાં દેશની અંદર કુલ 100 જેટલી Vade Bharat Express Train કાર્યરત છે. ત્યારે તાજેતરમાં Vade Bharat Express Train નો UAE ના એક પત્રકારે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વીડિયો શેર કરીને તેની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે, આ કોઈ યૂરોપની ટ્રેન નથી, પરંતુ આ એક ભારતીય આધુનિક ટ્રેન છે.

આ પણ વાંચો: આ દેશમાં દરરોજ ઉત્પન્ન થતા કરચાનું દરરોજ નિકાલ થાય છે, જુઓ Video

વિકલાંગો માટે વિશેષ બર્થ અને ટોઇલેટ જેવી સુવિધાઓ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 સપ્ટેબરના રોજ BEML ના બેંગલોરમાં રેલ કોમ્પલેક્સમાં પ્રથમ વખલ Vade Bharat sleeper coach નું લોકાર્પણ કર્યું હતું. આ Vade Bharat sleeper coach માં યુએસબી ચાર્જિંગ, ઇન્ટિગ્રેટેડ રીડિંગ લાઇટ, જાહેર જાહેરાત, સુરક્ષા કેમેરા, મોડ્યુલર પેન્ટ્રી, વિકલાંગો માટે વિશેષ બર્થ અને ટોઇલેટ જેવી સુવિધાઓ હોય છે.

અન્ય જિલ્લામાં નવી વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો

કોસી ક્ષેત્રના મુસાફરોને મોટી રેલવે મંત્રાલયે બિહારમાં પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર વિભાગના સહરસા અને સિયાલદહ વચ્ચે નવી વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અન્નાયા સ્મૃતિએ મંગળવારે અહીં જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેન દોડતા પહેલા રેલવે બોર્ડ અને રેલવે હેડક્વાર્ટર તરફથી ટ્રેન મેનેજર અને ક્રૂને ટ્રેનિંગ કરાવવા માટે સૂચનાઓ મળી છે.

આ પણ વાંચો: જ્યાં ન પહોંચી શક્યો માનવી, ત્યાં પહોંચ્યો કૂતરો, જુઓ વીડિયો