Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બે વર્ષ બાદ પુત્રને મળ્યો શિખર ધવન, વિડીયોમાં વ્યક્ત કરી ભાવનાઓ

10:23 AM Apr 28, 2023 | Vipul Pandya

ટીમ ઈન્ડિયાએ રવિવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શાનદાર જીત મેળવી T20I માં ભારતનું નામ ઉજળું કર્યુ છે. બેટિંગ અને બોલિંગમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરનાર ભારતીય ટીમ આ વખતે સારા ફોર્મમાં દેખાઇ રહી છે. ભારતીય ક્રિકેટર્સ છેલ્લા ઘણા દિવસોથી ક્રિકેટ રમી રહ્યા છે ત્યારે તેઓ તેમના ઘરેથી દૂર રહી પોતાના પરિવારને ખૂબ યાદ કરી રહ્યા છે. આ વચ્ચે સામાચાર સામે આવ્યા છે કે, ટીમ ઈન્ડિયાના ગબ્બર કહેવાતા શિખર ધવન શનિવારે (19 ફેબ્રુઆરી) તેના પુત્ર જોરાવરને મળ્યો હતો. 
ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક હતી. કારણ કે તે બે વર્ષ પછી તેના પુત્રને મળી રહ્યો હતો. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પુત્રને મળવાનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે તેના પુત્રને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. ધવનનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં રહે છે. COVID-19 પ્રતિબંધો અને પ્રોટોકોલને કારણે ધવન 2020 થી તેના પુત્રને મળી શક્યો ન હતો. જોરાવર ઓગસ્ટ 2020માં ઓસ્ટ્રેલિયા ગયો હતો. ધવને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “બે વર્ષ પછી હું મારા પુત્રને મળ્યો. તેની સાથે રમવું, તેને ગળે લગાડવો, વાતો કરવી.. ખૂબ જ ભાવનાત્મક ક્ષણો છે. આ તે ક્ષણો છે જે અમને યાદ રહેશે.”
36 વર્ષીય ખેલાડી ભારતની T20 કે ટેસ્ટ ટીમનો ભાગ નથી. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં મેદાનમાં પરત ફરશે, જ્યાં તે પંજાબ કિંગ્સ (PBKS)નું પ્રતિનિધિત્વ કરશે. ધવન રમતમાંથી બ્રેક પર હોવાથી તેને પુત્ર સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે.