Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજસ્થાનની ધરા ધ્રૂજી, જયપુર સહિત કેટલાક વિસ્તારોમાં ભૂકંપ

05:13 AM Apr 27, 2023 | Vipul Pandya

રાજસ્થાનના જયપુર સહિત ઘણા વિસ્તારોમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાની રાજધાની જયપુરમાં ભૂકંપના આચંકાથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો. જો કે ભૂકંપની તીવ્રતા વધારે ન હતી. શુક્રવારના રોજ સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 ની માપવામાં આવી છે. ભૂંકંપના હળવા આંચકા સવારે 8 વાગે અનુવાયા હતા. આ ઉપરાંત સિકર અને ફતેહપુરમાં પણ ભૂકંપનો ઝટકો અનુવાયો છે. લોકોને 3 સેકંડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ ભૂકંપનું કેન્દ્ર જયપુરથી 92 કિલોમીટર દૂર ઉત્તરશ્ચિમમાં હતું. 
ઉલ્લેખનીય છે કે 5 ફેબ્રુઆરીએ જમ્મુકાશ્મીરમાં ભૂકંપનો મોટો આંચકો અનુવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે સીલીંગ પર લાગેલા પંખા અને ઝૂમર પણ હલવા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે આ ભૂકંપનું એપીસેન્ટર અફઘાનિસ્તાન-તઝાકિસ્તાન બોર્ડર પર હતું. આંચકા અનુભવાતા લોકોમાં દોડધામ મચી ગઈ અને લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપના આંચકા દિલ્હી અને નોયડા સુધી અનુભવાયા હતા. જો કે દિલ્હી-નોઈડામાં આ આંચકા હળવા હોવાથી લોકોને ભૂકંપનો અનુભવ થયો ન હતો. 
ભૂકંપની મહત્તમ માત્રા હજુ નક્કી નથી થઈ. પણ એવું કહેવાય છે કે 7.0 અથવા તેથી વધુ તીવ્રતાના ભૂકંપને વિનાશક માનવામાં આવે છે. આ પ્રકારનો ભૂકંપ તબાહી સર્જે છે. અમદાવાદ અને કચ્છમાં આવેલો ભૂકંપ તેનું ઉદાહરણ છે.