Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Traffic police: 50 થી 100 વાર મેમો ફટકાર્યો પણ સુરતીઓ સુધર્યા નહીં! RTO દ્વારા 12,631 લાઇસન્સ રદ કરાશે

11:22 AM Sep 26, 2024 |
  1. ટ્રાફિક પોલીસ RTO ને લાઇસન્સ રદ કરવા રિપોર્ટ મોકલશે
  2. 50 અને 100થી વધુ વખત ઈ-ચલણ મોકલવામાં આવ્યા
  3. સુરત ટ્રાફિક પોલીસ RTO ને 12,631 લાઇસન્સ રદ કરવા રિપોર્ટ મોકલશે

Surat Traffic police: સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહીં છે. સુરતમાં અનેક એવા રીઢા વાહન ચાલકો છે જેમને વારંવાર મેમો આપના છતાં પણ તેઓ સુધરતા નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો આવા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 12,631 સુરતીઓ કે જેમણે વારંવાર ટ્રાફિકના નિયમો તોડ્યા છે તેમના લાઇસન્સ સસ્પેન્ડ થશે. આ લોકોને 50 થી 100 વાર મેમો ફટકારવામાં આવ્યો પણ રીઢા વાહન ચાલકો સુધર્યા નહીં.

12,631 સુરતીઓએ વારંવાર ટ્રાફિકના નિયમો તોડ્યા

આ પણ વાંચો: Surat: હવે બસ પણ મહિલાઓ માટે સુરક્ષિત નથી! બસના ડ્રાઈવરે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

હવે સુરત ટ્રાફિક પોલીસ RTO ને 12,631 સુરતીઓ લાઇસન્સ રદ કરવા રિપોર્ટ મોકલશે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ટ્રાફિક પોલીસ દ્વારા 50 અને 100થી વધુ વખત ઈ-ચલણ મોકલવામાં આવ્યા છે, પરંતુ સુરતીઓએ સમાધાન રાશિ ભરી નથી. 50 અને 100થી વધુ વખત ઈ-ચલણ મોકલવામાં આવ્યા છે તેમ છતાં આ રીઢા વાહન ચાલકો સુધરવાનું નામ લઈ રહ્યા નથી. જેથી ટ્રાફિક પોલીસ RTOને લાઇસન્સ રદ કરવા રિપોર્ટ મોકલશે.

આ પણ વાંચો: Banaskantha: ખેડૂતની નજર ચૂકવી ગઠિયો રૂપિયા 1.40 લાખ ભરેલી થેલી લઇ થયો છૂમંતર

12,631 લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ મોકલાશે

નોંધનીય છે કે, અનેક વાર મેમો આપવા છતાં પણ આ લોકોમાં કોઈ સુધાર આવતો નથી. જેથી સુરત ટ્રાફિક પોલીસ 12,631 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ મોકલાશે. સુરતમાં લાખોની સંખ્યામાં લોકો રહે છે. જેથી ટ્રાફિકના નિયમોનું પાલન થવું અનિવાર્ય છે પરંતુ આ લોકોમાં કોઈ સુધાર આવતો નથી. કાયદાને સુરતીઓ ગંભીરતાથી લેતા નથી જેથી પોલીસ દ્વારા હવે આવી કાર્યવાહી કરવામાં આવશે અને લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી શકાય.

આ પણ વાંચો: Gujarat Heavy Rain: ચોમાસાના અંતિમ તબક્કામાં થયો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી