Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Banaskantha માં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ, દિકરીઓએ મારી બાજી

02:36 PM May 25, 2023 | Viral Joshi

આજે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે 25 મેના રોજ સવારના 7-45 એ વાગ્યે જાહેર થયુ છે. જે સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું. નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ પહેલાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ વ્હોટ્સએપ પર પણ પરિણામ મોકલવાના શરૂ કરી દેવાયા હતા.

દિકરીઓએ ડંકો વગાડ્યો

આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, જેમા 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ આવ્યું છે.તો બીજી તરફ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા આવ્યુ છે.મીઠાઇ ખવડાવી સ્ટાફ નું મોઢું મીઠું કરવામા આવ્યું.દાંતા તાલુકામાં સાક્ષરતા નું પ્રમાણ ઘણું ઓછું છે પણ આ વખતે કુંભારિયા સેન્ટર એ ગુજરાત મા બાજી મારી.ઉ બુ શાળા ની શરૂઆત 2019 મા થઇ છે અને માત્ર ટૂંકા ગાળામાં આ શાળાએ સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે.શાળામાં તમામ સ્ટાફ ,આચાર્ય અને મૅનેજમેન્ટ મા ખુશી જોવા મળી

અંબાજી પાસે આવેલુ છે કુંભારિયા ગામ

બનાસકાંઠા જીલ્લો ગુજરાતનો સરહદી જીલ્લો તરીકે ઓળખ ધરાવે છે,આ જીલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમા દાંતા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે આ તાલુકામાં સાક્ષરતા નું પ્રમાણ ઘણું ઓછું છે ત્યારે આખા ગુજરાતમા ધોરણ 10 નુ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા આવ્યુ છે.આ કુંભારીયા ગામ અંબાજી પાસે આવેલું છે.અંબાજી થી દાંતા માર્ગ પર અંબાજી આર્ટ્સ કોલેજ સામે શ્રી ઉ. બુ. માધ્યમિક શાળાએ 98.07 ટકા પરિણામ લાવી ગુજરાત મા નામ રોશન કર્યું છે.શાળાની શરૂઆત 2019 મા થઈ હતી.

ઉ બુ શાળામાં મીઠાઈ ખવડાવી ખુશી મનાવવામાં આવી

આ શાળાના આચાર્ય ગિરીશ ભાઇ રાવલે જણાવ્યું હતુ કે અમારી શાળામા ધોરણ 10 મા 52 બાળકો ભણતા હતા જેમા બાળકો 51 પાસ થયા છે વધુમાં તેમને જણાવ્યું હતુ કે આખા ગુજરાતમાં કુંભારિયા સેન્ટર નું પરિણામ 95.92 પરીણામ આવ્યું જેમા અમારી શાળાએ ઉ બુ શાળાનું 98.07 ટકા પરિણામ આવતાં અમે ખુબ ખુશ છીએ અમારી શાળાની બાળકી ડુંગાઈચા શેરીબેન તેજાભાઇ પ્રથમ આવી છે જેને ધોરણ 10 મા 81 ટકા પરિણામ સાથે અમારી શાળામાં પ્રથમ આવી છે આ પરીણામ અમારા તમામ સ્ટાફ અને મેનેજમેન્ટ ની મહેનતનું પરિણામ છે.

અહેવાલ : શક્તિસિંહ રાજપુત, અંબાજી

આ પણ વાંચો : OMG, રાજ્યમાં ધોરણ-10 માં 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.