- ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે?
- BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું નિવેદન
- ચેમ્પિયન્સ ટ્રોફીનું દુબઈમાં યોજવાની શકતા
CHAMPIONS TROPHY:CHAMPIONS TROPH 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ(TEAM INDIA) પાકિસ્તાન (PAKISTAN) જાય તેવી શક્યતા ઘણી ઓછી છે. દરમિયાન આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા(BCCI VICE PRESIDENT RAJEEV SHUKLA)એ વધુ એક નિવેદન આપ્યું છે. આનાથી ચિત્ર સ્પષ્ટ નથી થતું, પરંતુ એટલું ચોક્કસ છે કે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાની શક્યતા ઘણી ઓછી છે.
રાજીવ શુક્લાએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને આપ્યું મોટું નિવેદન
કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. વરસાદના કારણે બે દિવસ સુધી મેચ રમાઈ શકી ન હતી, પરંતુ આજે એટલે કે સોમવારે આખો દિવસ રમત રમાઈ હતી અને મેચનું પરિણામ આવવાની સંભાવના છે. આ દરમિયાન BCCIના ઉપાધ્યક્ષને ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજીવ શુક્લાએ કહ્યું કે અમારી નીતિ એ છે કે અમે હંમેશા આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ભારત સરકાર પાસેથી પરવાનગી લઈએ છીએ. આ સરકાર નક્કી કરે છે કે અમારી ટીમે કોઈપણ દેશનો પ્રવાસ કરવો કે નહીં. રાજીવ શુક્લાએ સ્પષ્ટ કહ્યું કે સરકાર આ મામલે જે પણ નિર્ણય લેશે અમે તેનું પાલન કરીશું.
Indian government will decide whether cricket team will travel to Pakistan for Champions Trophy next year: BCCI VP Rajeev Shukla
— Press Trust of India (@PTI_News) September 30, 2024
આ પણ વાંચો –IND Vs BAN:BCCI એ અચાનક લીધો મોટો નિર્ણય,આ 3 ખેલાડીઓને કર્યા બહાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્રિપક્ષીય સિરીઝ રમાતી નથી
ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે દ્રિપક્ષીય સિરીઝ રમાતી નથી. જ્યારે પણ ICC અથવા ACC ટૂર્નામેન્ટ હોય છે, ત્યારે આ બંને ટીમો સામસામે હોય છે. 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી બંને દેશો વચ્ચે કોઈ દ્રિપક્ષીય સિરીઝ રમાઈ નથી. જોકે, ગયા વર્ષે એટલે કે 2023માં જ્યારે ભારતમાં ODI વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પાકિસ્તાની ટીમ ભારત આવી હતી. મોટી વાત એ છે કે પાકિસ્તાનને લાંબા સમય બાદ ICC ટૂર્નામેન્ટની યજમાની મળી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે પાકિસ્તાન જવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચો –IND vs BAN: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ,આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો
હાઇબ્રિડ મોડલ પર ટુર્નામેન્ટનું આયોજન કરી શકાય છે
એવું માનવામાં આવે છે કે BCCI શ્રીલંકા અથવા દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી(CHAMPIONS TROPH)નું આયોજન કરવાની માંગ કરી શકે છે. અગાઉ, પાકિસ્તાનને એશિયા કપની યજમાની પણ મળી હતી, પરંતુ તે પછી તે હાઇબ્રિડ મોડેલ પર યોજવામાં આવી હતી અને ભારતે તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB સમગ્ર ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં જ આયોજિત કરવાનો પૂરો પ્રયાસ કરશે. પરંતુ હજુ તેની ઈચ્છા પુરી થશે તેવું લાગતું નથી.