+

Haryana : શા માટે BJP નેતાઓ આપી રહ્યા છે રાજીનામું, જાણો કારણ, હવે આ નેતાએ આપ્યું ‘Resign’

હરિયાણામાં ભાજપના નેતાઓ આપી રહ્યા છે રાજીનામાં રણજીત સિંહ ચૌટાલાએ આપ્યું BJP માંથી રાજીનામું આ પહેલા લક્ષમણ નાપાએ આપ્યું હતું રાજીનામું હરિયાણા (Haryana)માં ભાજપની ટિકિટોની વહેંચણી બાદ નેતાઓની નારાજગી ખુલ્લેઆમ…

હરિયાણામાં ભાજપના નેતાઓ આપી રહ્યા છે રાજીનામાં

રણજીત સિંહ ચૌટાલાએ આપ્યું BJP માંથી રાજીનામું

આ પહેલા લક્ષમણ નાપાએ આપ્યું હતું રાજીનામું

હરિયાણા (Haryana)માં ભાજપની ટિકિટોની વહેંચણી બાદ નેતાઓની નારાજગી ખુલ્લેઆમ બહાર આવવા લાગી છે. હવે કેબિનેટ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રણજીત સિંહ ચૌટાલાએ કહ્યું કે, તેઓ કોઈપણ સંજોગોમાં રાનિયા વિધાનસભાથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, ભાજપે મને ડબવાલીથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, પરંતુ મેં તેને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, હું રોડ શો કરીને મારી શક્તિનું પ્રદર્શન કરીશ. હું અન્ય પક્ષમાંથી કે અપક્ષ ઉમેદવાર તરીકે લડું તો પણ હું ચોક્કસ ચૂંટણી લડીશ.

ઘણા મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું…

હરિયાણા (Haryana)માં ટિકિટ વહેંચણી બાદ ભાજપના મોટા નેતાઓએ રાજીનામા આપી દીધા છે. આ પહેલા રતિયા સીટના ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ ભાજપને અલવિદા કહ્યું હતું. તેમણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રતિયાથી ટિકિટ ન મળવાથી નારાજ હતા. આ બેઠક પરથી ભાજપના પૂર્વ સાંસદ સુનીતા દુગ્ગલને ટિકિટ આપવામાં આવી છે. તે જ સમયે, હિસાર જિલ્લા ભાજપના સચિવ મહામંડલેશ્વર દર્શન ગિરી મહારાજે પણ તેમના પદ, પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને અન્ય તમામ જવાબદારીઓથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે કે તેઓ કેટલાક અંગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે. આ સિવાય હરિયાણા (Haryana) BJP ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજે પણ પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. કર્ણદેવ કંબોજને ઈન્દ્રી વિધાનસભાની ટિકિટ નકારવામાં આવતા ગુસ્સો હતો. પક્ષ પર અવગણનાનો આરોપ લગાવીને તેમણે રાજીનામું સુપરત કર્યું.

આ પણ વાંચો : BJP ની પહેલી યાદી આવતા જ હરિયાણામાં બળવો, આ MLA એ છોડી પાર્ટી…

9 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કેન્સલ…

તમને જણાવી દઈએ કે, ભાજપે બુધવારે હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણી માટે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદી અનુસાર ભાજપે તેના 9 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની પુત્રી, સાંસદ કિરણ ચૌધરીની પુત્રી અને કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્યને ટિકિટ મળી છે. આ યાદીમાં કુલ આઠ મહિલાઓને ટિકિટ મળી છે. ભાજપે 17 ધારાસભ્યો અને 8 મંત્રીઓને રિપીટ કર્યા છે, જ્યારે બે મંત્રીઓની ટિકિટ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Jammu-Kashmir : કોંગ્રેસ નેતાએ પાર્ટી સામે બળવો કર્યો, ગાંદરબલથી ઓમર અબ્દુલ્લા સામે નોમિનેશન ભર્યું…

Whatsapp share
facebook twitter