- Ahmedabad માં વિરાટ ગૌ સંમેલન યોજાયું
- જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન ચર્ચામાં
- ગેની બેનનું ‘ગાયની બહેન’ કરીને સંબોધન કર્યું
- કતલખાના પાસેથી ફંડ લેનાર પાર્ટીઓનાં નામ જાહેર થાય : ગેનીબેન
અમદાવાદમાં (Ahmedabad) આજે વિરાટ ગૌ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી પધાર્યા હતા. સાથે જ આહિપના પ્રવીણ તોગડિયા, સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસનાં નેતા અમિત ચાવડા (Amit Chavda), હિંમતસિંહ પટેલ, બળદેવજી ઠાકોર (Baldevji Thakor), પ્રગતિ આહીર (Pragati Ahir) સહિત અન્ય નેતાઓ અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે.
આ પણ વાંચો –Rain in Gujarat : સુરત, અમરેલી, જુનાગઢ સહિત આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! ખેડૂતોમાં ચિંતા
અમદાવાદમાં યોજાયેલું વિરાટ ગૌ સંમેલન ચર્ચામાં
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન ચર્ચામાં
ગેની બેનનું ‘ગાયની બહેન’ કરીને કર્યું સંબોધન
સંમેલન ગૌ માતા માટે યોજાયું કે પોલિટિકલ એજન્ડા માટે તેવી ચર્ચા
મંચ પર આહિપના તોગડિયા ઉપરાંત કોંગ્રેસ નેતાઓની હાજરી… pic.twitter.com/r9fxpbusOz— Gujarat First (@GujaratFirst) October 16, 2024
ગેની બેનનું ‘ગાયની બહેન’ કરીને સંબોધન કર્યું
અમદાવાદમાં આજે વિરાટ ગૌ સંમેલન (Gau Sammelan) યોજાયું હતું, જેમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી (Jagadguru Shankaracharya Swami Avimukteswaranandji) પધાર્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસનાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આહિપના પ્રવીણ તોગડિયા (Praveen Togadia), સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ, બળદેવજી ઠાકોર, પ્રગતિ આહીર, સહિત અન્ય નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન ખૂબ જ વાઇરલ થયું હતું. તેમણે ગેની બેનનું ‘ગાયની બહેન’ કરીને સંબોધન કર્યું હતું. જો કે, આ સંમેલન ગૌ માતા માટે યોજાયું કે પોલિટિકલ એજન્ડા માટે યોજાયું તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો –Gandhinagar : ‘સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ’ હેઠળ વધુ 31 લાભાર્થીઓને રૂ.10 કરોડથી વધુની સહાય
વાવની પેટાચૂંટણીમાં ગાય બની શકે છે મુખ્ય મુદ્દો
ગૌ માતાને રાજ્યમાતા બનાવવા મુદ્દે ગેનીબેન ઠાકોરનું નિવેદન
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં ગાયને રાજ્યમાતા જાહેર કરાયઃ ગેનીબેન
ગૌશાળા માટે અલગથી બજેટ ફાળવવામાં આવેઃ ગેનીબેન
ગૌશાળા માટે 5000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયઃ ગેનીબેન… pic.twitter.com/9iX55Z7CFH— Gujarat First (@GujaratFirst) October 16, 2024
ગૌશાળા માટે 5 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવાય : ગેનીબેન
આ સંમેલનમાં હાજર સાંસદ ગેનીબેન ઠાકોરનું (Geniben Thakor) નિવેદન પણ ખૂબ જ ચર્ચામાં છે. ગેનીબેને માગ કરતા કહ્યું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં ગાયને રાજ્યમાતા જાહેર કરાય. ગૌશાળા માટે અલગથી બજેટ ફાળવવામાં આવે. ગેનીબેને આગળ કહ્યું કે, ગૌશાળા માટે 5 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવાય. સાથે કતલખાના પાસેથી ફંડ લીધું હોય તેવી પાર્ટીઓનાં નામ પણ જાહેર થાય. સંબોધનનાં અંતે ગેનીબેને કહ્યું કે, સત્તાધીશોને ભગવાન કૃષ્ણ સદબુધ્ધિ આપે. જો કે, હવે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે વાવની પેટાચૂંટણીમાં (Vav by-election) ગૌ માતા મુખ્ય મુદ્દો બની શકે છે.
આ પણ વાંચો –રાજ્યનાં અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળશે