- અમદાવાદ ભારતીય રેલવે તરફથી મુસાફરોને વધુ એક ભેટ
- Vande Bharat Train સાથે હવે Vande Metro Train દોડશે
- વંદે ભારત ટ્રેન જેવી જ દેખાતી પરંતુ મેટ્રો જેવી સુવિધા સાથે વંદે મેટ્રો દોડશે
- ટ્રાયલ રન બાદ બે જિલ્લાઓ વચ્ચે વંદે મેટ્રો દોડશે
દેશની આર્થિક સ્થિતિ માટે જીવાદોરી સમાન ભારતીય રેલવે (Indian Railways) તેના મુસાફરોને એવુ એક સારી સુવિધા આપવા જઈ રહ્યું છે. અમદાવાદ ભારતીય રેલવે (Ahmedabad Indian Railways) તરફથી મુસાફરોને આવનાર થોડા જ દિવસોમાં એક ખાસ સુવિધા મળશે. જણાવી દઈએ કે, વંદે ભારત ટ્રેન સાથે હવે વંદે મેટ્રો ટ્રેન (Vande Metro Train) પણ દોડશે. બે જિલ્લા વચ્ચે આ ટ્રેન દોડશે. જો કે, આ બે જિલ્લાઓ કયાં હશે તે ટ્રાયલ રન બાદ નક્કી થશે.
– અમદાવાદ ભારતીય રેલવે તરફથી મુસાફરોને વધુ એક ભેટ
– Vande Bharat Train સાથે હવે Vande Metro Train દોડશે
– વંદે ભારત ટ્રેન જેવી જ દેખાતી પરંતુ મેટ્રો જેવી સુવિધા સાથે વંદે મેટ્રો દોડશે
– ગઈકાલે સાંજે જ વંદે મેટ્રો સાબરમતી ખાતે પહોંચી હતી
– ટૂંક સમયમાં વંદે મેટ્રોનું ટ્રાયલ રન…— Gujarat First (@GujaratFirst) August 13, 2024
આ પણ વાંચો – Surat : ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા, હરિપુરા કોઝવે ગરકાવ થતાં 10 ગામ સંપર્ક વિહોણા થયા
હવે વંદે ભારતની જેમ વંદે મેટ્રો ટ્રેનની સુવિધા મળશે
ભારતીય રેલવે દ્વારા અમદાવાદીઓને એક ખાસ સુવિધાની ભેટ આપવામાં આવશે. વંદે ભારતની જેમ હવે વંદે મેટ્રો ટ્રેન (Vande Metro Train) દોડશે. રાજ્યનાં બે જિલ્લાઓ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનની સુવિધા આપવામાં આવશે. જો કે, આ બે જિલ્લા કયાં હશે તે અંગે હાલ માહિતી સામે આવી નથી. કહેવામાં આવ્યું છે કે, વંદે મેટ્રો ટ્રેનનાં ટ્રાયલ રન બાદ આ અંગે નિર્ણય લેવાશે. જણાવી દઈએ કે, ગઈકાલ સાંજે જ વંદે મેટ્રો ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન (Sabarmati Railway Station) ખાતે ટ્રાયલ માટે પહોંચી હતી. હવે આવનારા થોડા જ દિવસોમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાશે.
આ પણ વાંચો – રાજ્યમાં ગુલ્લીબાજ શિક્ષકોનો રાફડો ફાટ્યો..સુરતમાં 3 Teacher…!
વંદે મેટ્રો ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી
માહિતી મુજબ, વંદે મેટ્રો ટ્રેનમાં પણ વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) જેવી જ સુવિધાઓ મળશે. વંદે મેટ્રોનું લુક પણ વંદે ભારત જેવું જ છે. જો કે, વંદે મેટ્રોનાં રૂટ, સુવિધાઓ અને ભાડા અંગેની માહિતી રેલવે વિભાગ દ્વારા હાલ આપવામાં આવી નથી. એક વાર સફળતાપૂર્વક વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ થઈ જશે, ત્યાર બાદ આ અંગે સંપૂર્ણ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવશે. ગઈકાલે વંદે મેટ્રો ટ્રેનની તસવીર સામે આવી હતી.
આ પણ વાંચો – Rajkot: ઇન્સ્યોરન્સ પોલીસીનામે છેતરપિંડીનું કૌભાંડ આવ્યું સામે