- વાપીમાં પિતા-પુત્રીના સંબંધને લજવતો કિસ્સો (Valsad)
- સાવકા પિતાએ 14 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચર્યું
- માતા કામ અર્થે બહાર જતાં પિતાએ દુષ્કર્મ આચર્યું
- પિતાની હરકતોથી કંટાળી પુત્રી મુંબઈ ગઈ
- મુંબઈ જઈ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
વલસાડ (Valsad) જિલ્લાનાં વાપી તાલુકામાં પિતા-પુત્રીનાં સંબંધોને લજવતી ઘટના બની હતી. સાવકા પિતાએ 14 વર્ષની પુત્રીને ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં નરાધમ પિતાની ધરપકડ કરી પોલીસે એક દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. સાવકા પિતાનાં કુકર્મોથી કંટાળીને પુત્રીએ મુંબઈ (Mumbai) ગયા બાદ પિતા વિરુદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો – Rajkot : Padminiba અને તેમના પુત્ર પર ગંભીર આરોપ! પતિ ગિરિરાજસિંહ પર કર્યો જીવલેણ હુમલો!
સાવકો પિતા 14 વર્ષીય દીકરી સાથે શારીરિક અડપલા કરતો
પ્રાપ્ત અહેવાલ અનુસાર, વાપી (Vapi) તાલુકાનાં સુલપડ વિસ્તારમાં રહેતો રમેશ પત્ની અને 14 વર્ષની દીકરી સાથે રહેતો હતો. આરોપી સાવકા પિતા રમેશની પત્ની જ્યારે કામ અર્થે બહાર જાય ત્યારે પત્નીની ગેરહાજરીમાં 14 વર્ષીય પુત્રી સાથે શારીરિક અડપલા કરતો હતો. આખરે કંટાળીને પુત્રીએ માતા સમક્ષ સમગ્ર આપવીતી વર્ણવી હતી. છતાં રમેશ પોતાની હરકતથી બાઝ નહીં આવી 14 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. થોડા મહિના અગાઉ સગીરા બે બહેનપણી સાથે મુંબઈ ચાલી ગઈ હતી.
આ પણ વાંચો – રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું Statue of Unity, જુઓ અદભુત Video
– વાપીમાં પિતા-પુત્રીના સંબંધને લજવતો કિસ્સો
– સાવકા પિતાએ 14 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચર્યું
– માતા કામ અર્થે બહાર જતાં પિતાએ દુષ્કર્મ આચર્યું
– પિતાની હરકતોથી કંટાળી પુત્રી મુંબઈ ગઈ
– મુંબઈ જઈ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
– મુંબઈ પોલીસે પિતાની ધરપકડ કરી, 1 દિવસનાં રિમાન્ડ…— Gujarat First (@GujaratFirst) October 15, 2024
મુંબઈમાં દીકરીએ પિતા વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ
મુંબઈ પહોંચ્યા બાદ સગીરાએ તેના સાવકા પિતા વિરુદ્ધ ગંભીર આરોપો સાથે ફરિયાદ કરી હતી. સગીરાની ફરિયાદ બાદ વાપી ટાઉન પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપી પિતાને કોર્ટમાં રજૂ કરીને પોલીસે (Mumbai Police) એક દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – Bharuch : ચાલુ કાર્યક્રમમાં સાંસદ Mansukh Vasava એ ગુમાવ્યો પિત્તો! અધિકારીઓ પર વિફર્યા! જુઓ Video