+

Vadodara flood: વડોદરા ફરી જળબંબાકાર,સોમવારે શાળાઓમાં રજા જાહેર

વડોદરા માથે તોળાતું પૂરનું સંકટ વિશ્વામિત્રી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ Vadodara flood:સંસ્કારી નગરી વડોદરા પર (Vadodara flood)ફરી મોટું સંકટ આવ્યું છે. ધોધમાર વરસાદ…
  • વડોદરા માથે તોળાતું પૂરનું સંકટ
  • વિશ્વામિત્રી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર
  • આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

Vadodara flood:સંસ્કારી નગરી વડોદરા પર (Vadodara flood)ફરી મોટું સંકટ આવ્યું છે. ધોધમાર વરસાદ બાદ વડોદરા ફરી ડૂબ્યું છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી વધીને 22 ફૂટે પહોંચી ગઈ છે. વડોદરાવાસીઓ માટે આજની રાત કતલની રાત બની રહેશે. જો વરસાદ નહિ રોકાય તો વડોદરા ફરી જળબંબાકાર થશે. લોકોના ઘરોમાં ફરી પાણી ભરાયા છે. તો શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. ભારે વરસાદને કારણે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ શાળાઓમાં આવતીકાલ તારીખ 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ રજા રહેશે. 11 કલાકથી સતત વરસાદના કારણે NDRF ની ફોજ ઉતારી દેવાઈ છે. 200થી વધુ અસરગ્રસ્તોને સ્થળાંતર કરાયા છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે

સમૃદ્ધિ ટેનામેન્ટની આસપાસ પણ પાણી ફરી વળ્યા

ધોધમાર વરસાદ બાદ વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થતાં વડોદરામાં ચારેતરફ પાણી જ પાણી છે. વિશ્વામિત્રી નદીમાં ફરીથી પૂર આવ્યું છે. કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું થયું છે. કાંસા રેસીડેન્સી, સમૃદ્ધિ ટેનામેન્ટની આસપાસ પણ પાણી ફરી વળ્યા છે. મોટી માત્રામાં લોકો પોતાના ઘરોમાં ફસાયા છે. ફાયરની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા લોકોને એનાઉન્સમેન્ટ કરી સાવધ કરાયા. વિશ્વામિત્રી નદી નું સ્તર સતત વધી રહ્યું છે તેથી તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ.

આ પણ  વાંચો-VADODARA : વરસાદે શહેરને વધુ એક વખત ધમરોળ્યું, લોકોના ઘરો-દુકાનો સુધી પાણી પહોંચ્યા

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર

વડોદરામાં સવાર સુધીમાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવવાની તૈયારીમાં છે. ત્યારે વિશ્વામિત્રીની સપાટીમાં સતત વધારો થતાં લોકોનું રેસ્ક્યૂ શરૂ કરાયુ છે. વડસરમા કાંસા રેસિડેન્સીમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવાનું શરૂ કરાયું છે. વૃદ્ધોને બોટની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે પાણીના લેવલમાં વધારો થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર ચાલુ કરાયુ છે. પાણી વધતાં સ્થાનિકો નદી પર પહોંચ્યા.

આ પણ  વાંચો-Vadodara: વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી, લોકોમાં ભારે ચિંતા

નીચાણવાળા વિસ્તારમાં ટીમો સ્ટેન્ડબાય

ભારે વરસાદને લઇ સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીની સપાટી વડોદરા શહેર, સાવલી અને હાલોલ તરફ વરસેલા વરસાદના કારણે વધી છે. શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાથી પાણી ઓસર્યા છે. પાણી ભરાવા માટે તંત્ર જવાબદાર નથી, ભારે વરસાદના કારણે પાણી ભરાયાં છે. તંત્રએ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવા કામગીરી શરૂ કરી છે. પરશુરામ ભઠ્ઠા, નટરાજ ટાઉનશિપ, પેન્શનપૂરા, ભરવાડ વાસ, નવીનગરી, સંજયનગર, ગરીબ નવાસ ઝુપંડા છાણી, જલારામ નગર, ઈન્દિરા નગર, કલ્યાણ નગર, બુદ્ધેધ્વ કોલોની, કાંસા રેસીડન્સી, સમૃદ્ધિ, અકોટા ગામ, સામ્રાજ્ય, સનસિટી પેરેડાઇઝ, વિશ્વામિત્રી ટાઉનશિપ, સનરાઈઝ બંગ્લોઝ, વસાવા વાસ સહિત અનેક નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસવા એલર્ટ આપ્યું છે. કોર્પોરેશને નીચાણવાળા વિસ્તારમાં ટીમો સ્ટેન્ડબાય રાખી છે.

Whatsapp share
facebook twitter