Couple Viral Video: સોશિયલ મીડિયા પર રોજ અનેક એવા Video વાયરલ થતા થતા હોય છે, જે ક્યારેક હસાવે છે. તો ક્યારેક લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. અનેકવાર રોલવે કે જાહેર સ્થળો પરથી મારપીટ કે લડાઈના Video સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર આવો જ એક Video સામે આવ્યો છે. તેની અંદર એક દંપતી પોતાના અંગત કારણોસર સરાજાહેર મારપીટ કરતા દેખાઈ રહ્યા છે. જોકે આ Video માં મહિલા સરાજાહેર પોતાના પતિને ચંપલ વડે શર્ટની કોલર પકડીને માર મારી રહી છે.
-
પતિએ પત્નીને પોલીસ સ્ટેશન જવા માટે કહે છે
-
તેમ કહીને થપ્પડ અને ચંપલનો માર મારી રહી છે
-
મહિલા વિરુદ્ધ વિવિધ તાર્કિક વાતો કહી રહ્યા છે
Kalesh b/w Husband and Wife (The wife beats up her husband in crowded market) Bahraich UP
pic.twitter.com/vuCrwJvik8— Ghar Ke Kalesh (@gharkekalesh) July 28, 2024
જોકે આ Video ઉત્તર પ્રદેશના બહકાઈચ વિસ્તારનો માનવામાં આવી રહ્યો છે. તો Video માં જોઈ શકાય છે કે, જ્યારે પતિએ પત્નીને પોલીસ સ્ટેશન જવા માટે કહે છે. ત્યારે તેણી તેની વાતનો ઈન્કાર કરીને કહે છે કે, મારી કમાય ખાયને અને મારા પર જ હુકમ કરી રહ્યો છે. તેમ કહીને થપ્પડ અને ચંપલનો માર મારી રહી છે. તો રસ્તા પર આવેલા લોકો આ પતિ-પત્નીની આસપાસ ઉભા રહીને તમાશો જોઈ રહ્યા છે. તે ઉપરાંત અમુક લોકો Video માં જોઈ શકાય છે કે, પોતાના મોબાઈલ વડે ઘટનાનો Video બનાવી રહ્યા છે.
મહિલા વિરુદ્ધ વિવિધ તાર્કિક વાતો કહી રહ્યા છે
પરંતુ આ બંને પતિ-પત્ની વચ્ચે કયા સચોટ કારણોસર આ ઝઘડો થયો હતો. તેને લઈને કોઈ સચોટ માહિતી સામે આવી નથી. તે ઉપરાંત આ Video ના કેપ્શનમાં પણ અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ મોટાભાગે લોકો મહિલા વિરુદ્ધ વિવિધ તાર્કિક વાતો કહી રહ્યા છે. કેપ્શનમાં દરેક લોકો Video માં જોવા મળેલા પુરુષનો પક્ષ લઈ રહ્યા છે. તો અનેક લોકો લગ્નજીવન અને ભારતીય સંસ્કૃતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો: Cold drinks ભરેલો ટ્રક પલટી મારી જતાં લૂંટનો ખેલ થયો શરૂ, જુઓ વીડિયો