- ભક્તોએ રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી
- ભક્તોનો થાક ભગવાનનું મુખારવિંદ જોતા ઉતસાહમાં બદલાયો
- હજારો ભક્તોએ મંગળા આરતીમાં દર્શનનો લાભ લીધો
Dakor: ખેડા યાત્રાધામ ડાકોર (Dakor)માં હજારો ભક્તોએ મંગળા આરતીમાં દર્શનનો લાભ લીધો છે. નોંધનીય છે કે, મોડી રાતથી દર્શનની આતુરતાથી રાહ જોતા ભક્તોએ વહેલી સવારે રણછોડરાય ભગવાનના આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દૂર દૂરથી પગપાળા ચાલીને આવેલા ભક્તોનો થાક ભગવાનનું મુખારવિંદ જોતા ઉતસાહમાં બદલાયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને શરદ પૂર્ણિમાની રાત્રિ બન્ને સાથે અનોખો નાતો છે. એટલે આજે મંગળા આરતીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ડાકોર (Dakor)માં ઠાકોરજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતાં.
આ પણ વાંચો: ગેનીબેન અંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના નિવેદને ચર્ચા જગાડી!
મંદિર ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું
નોંધનીય છે કે, સવારે 5:15 ના અરસામાં મંદિર ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ડાકોર (Dakor)માં આવેલું શ્રી રણછોડરાય ભગવાનનું આખું મંદિર ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અહીં ભગવાનના દર્શન કરવામાં માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. એમાં પણ ગઈ રાત તો શરદ પૂર્ણિમાની રાત્રિ હતી. આ શરદ પૂર્ણિમા સાથે શ્રી કૃષ્ણનું અનેરૂ મહત્વ રહેલું છે.
આ પણ વાંચો: Kutch : કંડલામાં 5 કામદારોના મોત, કંપની આપશે આટલા લાખનું વળતર!
શરદ પૂર્ણિમાને આધ્યાત્મિક પ્રેમ અને ભક્તિનું અનોખું પ્રતિક
કહેવાય છે કે, આ દિવસે શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં ગોપીઓ સાથે ‘રાસ લીલા’ કરી હતી. માન્યતા એવી પણ છે કે, ભગવાન શ્રીકૃષ્ણે આજ રાત્રિએ પોતાની બંસરીની મધુર ધુની ગોપીઓને મોહિત કરી અને રાત્રિભર રાસ લીલા કરી હતી. જેથી આ શરદ પૂર્ણિમાને આધ્યાત્મિક પ્રેમ અને ભક્તિનું અનોખું પ્રતિક માનવામાં આવ છે. એટલે જ્યાં પણ કૃષ્ણ મંદિર આવેલું હોય ત્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે જતાં હોય છે. શરદ પૂર્ણિમાને શ્રીકૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે, જેથી આ પૂર્ણિમાને ‘રાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. એટલે ભક્તો આજના દિવસે શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આ પણ વાંચો: રાજ્યનાં અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળશે