+

ચીન,રશિયા અને ઈરાનથી છે આ દેશને જોખમ,43 આતંકી હુમલા નિષ્ફળ

બ્રિટનને ચીન, રશિયા અને ઈરાનથી છે જોખમ દેશની ટોચ એજન્સીના ડાયરેક્ટર જનરલનું નિવેદન 43 આતંકવાદી કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યા BRITISH બ્રિટન(BRITISH)ને ચીન, રશિયા અને ઈરાન તરફથી આતંકવાદી હુમલાનું જોખમ છે.…
  • બ્રિટનને ચીન, રશિયા અને ઈરાનથી છે જોખમ
  • દેશની ટોચ એજન્સીના ડાયરેક્ટર જનરલનું નિવેદન
  • 43 આતંકવાદી કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યા

BRITISH બ્રિટન(BRITISH)ને ચીન, રશિયા અને ઈરાન તરફથી આતંકવાદી હુમલાનું જોખમ છે. 2017 થી, આ દેશોમાંથી ઈંગ્લેન્ડ, ઉત્તરી આયરલેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં થઈ રહેલા 43 આતંકવાદી કાવતરાને નિષ્ફળ કરવામાં  આવ્યું હતું. મંગળવારે દેશની ટોચની ગુપ્તચર એજન્સી MI5ના ડાયરેક્ટર જનરલ Ken McCallum એ આ ખુલાસો કર્યો હતો.

ઈરાને 2022થી 20 હુમલાની યોજના બનાવી હતી

પશ્ચિમ લંડનમાં આતંકવાદ વિરોધી કેન્દ્રમાંથી બોલતા, મેકકેલમે કહ્યું કે આતંકવાદી સંગઠનો વધુને વધુ યુવાનોને તેમના કાવતરામાં સામેલ કરી રહ્યાં છે. આ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેણે દાવો કર્યો હતો કે વિસ્ફોટકો અને બંદૂકોનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં લોકોને મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને એજન્સીએ અટકાવ્યું હતું. વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, 43માંથી કુલ 20 હુમલા ઈરાન દ્વારા કરવાના હતા, જેની યોજના તેણે 2022થી અત્યાર સુધીમાં બનાવી હતી.

આ પણ  વાંચો Israel War : Hezbollah નો અંત નક્કી, ઉત્તરાધિકારી પણ માર્યો ગયો… Video

ઇસ્લામિક ઉગ્રવાદીઓથી જોખમ

Ken McCallumકહ્યું કે તેમના દેશ માટે IS અને અલ કાયદાથી ખતરો વધી રહ્યો છે. 2022થી ઈરાન તેમની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં વધુ સક્રિય બન્યું છે. તેમણે કહ્યું કે દેશને ઈસ્લામિક ઉગ્રવાદીઓ, રશિયા, ઈરાન અને ચીનથી ખતરો છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ દ્વારા સમગ્ર યુરોપને યુદ્ધમાં ધકેલી દેવાનું કાવતરું છે. તેમણે કહ્યું કે ગયા મહિને MI5એ ત્રીજા કરતાં વધુ કેસોમાં સંગઠિત વિદેશી આતંકવાદી જૂથોની સંડોવણી જાહેર કરી હતી.

આ પણ  વાંચો –આ દેશના સૈનિકો ગરદનમાં તીક્ષ્ણ પીનની નીવે સરહદની રક્ષા કરે છે

પકડાયેલા લોકોમાંથી 13% સગીર વયના હતા

તમને જણાવી દઈએ કે MI5 ના ડાયરેક્ટર જનરલ દ્વારા જ લોકોને કહેવામાં આવે છે, સરકાર આ ગુપ્તચર એજન્સીના કર્મચારીઓ અને કામકાજ વિશે કંઈપણ જાહેર કરતી નથી. મીડિયામાં નિવેદન આપતાં ડાયરેક્ટર જનરલે વધુમાં કહ્યું કે ધરપકડ કરાયેલા ડઝનેક લોકોમાંથી લગભગ 13 ટકા સગીર હતા. તેમણે કહ્યું કે આતંકવાદી સંગઠનો વિશ્વભરના લોકોને જોડવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેનો ઉપયોગ તેમના નાપાક હેતુઓ માટે કરી રહ્યાં છે.

Whatsapp share
facebook twitter