+

ત્રણ દાયકા પહેલા Baba Siddiqui ના ઘર પાસે જ આ મોટા નેતાની હત્યા કરાઇ હતી

બાબા સિદ્દીકીની હત્યાથી ખળભળાટ મુંબઇમાં પહેલી રાજકીય હત્યા 1960ના દાયકામાં મુંબઈમાં થઈ હતી મુંબઈમાં લગભગ અડધો ડઝન રાજકીય હત્યાઓમાં અંડરવર્લ્ડનું નામ રામદાસ નાયક અને પ્રેમકુમાર શર્માની હત્યા થઇ હતી શિવસેનાના…
  • બાબા સિદ્દીકીની હત્યાથી ખળભળાટ
  • મુંબઇમાં પહેલી રાજકીય હત્યા 1960ના દાયકામાં મુંબઈમાં થઈ હતી
  • મુંબઈમાં લગભગ અડધો ડઝન રાજકીય હત્યાઓમાં અંડરવર્લ્ડનું નામ
  • રામદાસ નાયક અને પ્રેમકુમાર શર્માની હત્યા થઇ હતી
  • શિવસેનાના ધારાસભ્યો વિઠ્ઠલ ચવ્હાણ અને રમેશ મોરેની પણ હત્યા થઇ હતી

Baba Siddiqui : બાબા સિદ્દીકી (Baba Siddiqui) ની હત્યાથી ખળભળાટ મચ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દાયકામાં મુંબઈના કોઈ હાઈ-પ્રોફાઈલ નેતાની હત્યાનો આ પહેલો કિસ્સો છે જેણે સમગ્ર રાજ્યને ચોંકાવી દીધું છે. આવી પહેલી રાજકીય હત્યા 1960ના દાયકામાં મુંબઈમાં થઈ હતી. ત્યારપછી મુંબઈમાં લગભગ અડધો ડઝન રાજકીય હત્યાઓમાં અંડરવર્લ્ડનું નામ સામે આવ્યું છે. 1990 ના દાયકાની શરૂઆતમાં, અનુક્રમે ભાજપના નેતાઓ રામદાસ નાયક અને પ્રેમકુમાર શર્માની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શિવસેનાના ધારાસભ્યો વિઠ્ઠલ ચવ્હાણ અને રમેશ મોરેની પણ 90ના દાયકામાં મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

રામદાસ નાયક

બાબા સિદ્દીકી 1999-2014 વચ્ચે ત્રણ વખત મુંબઈની બાંદ્રા પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા. 30 વર્ષ પહેલા આ મતવિસ્તારના એક મહત્વપૂર્ણ નેતાએ અંડરવર્લ્ડ હિંસામાં જીવ ગુમાવ્યો હતો. રામદાસ નાયક 1978માં જનતા પાર્ટીની ટિકિટ પર ખેરવાડીથી ધારાસભ્ય બન્યા હતા. તે પછી તેઓ ભાજપની ટિકિટ પર વાંદ્રે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. સીમાંકન પછી, આ બેઠકનું નામ બદલીને બાંદ્રા પશ્ચિમ રાખવામાં આવ્યું. રામદાસ નાયક બાદમાં ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ બન્યા. કહેવાય છે કે ગેંગસ્ટર છોટા શકીલે તેને ધમકી આપી હતી. તેમને સરકાર તરફથી રક્ષણ મળ્યું હતું. તેમનું ઘર બાબા સિદ્દીકીના ઘરથી માત્ર 700 મીટર દૂર હતું. 28 ઓગસ્ટ, 1994ના રોજ, જ્યારે તેઓ તેમની સફેદ એમ્બેસેડર કારમાં સુરક્ષા કર્મચારીઓ સાથે નીકળ્યા ત્યારે છ ગુંડા પહેલેથી જ તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમાંથી છોટા શકીલના આદેશ પર કુખ્યાત ગેંગસ્ટર ફિરોઝ કોકાણી અને તેનો સહયોગી સોની પણ હતો. તેઓએ AK-47 વડે કાર પર ગોળીબાર કર્યો અને નાયક અને સુરક્ષાકર્મીઓની હત્યા કર્યા બાદ તેઓ મોટરસાઈકલ પર ફરાર થઈ ગયા.

મોટાભાગના આરોપીઓને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા

આ ઘટના બાદ મુંબઈ પોલીસે 12 લોકોની ધરપકડ કરી હતી. જેમાં ફિરોઝ કોકાણીનો પણ સમાવેશ થાય છે. જોકે બાદમાં તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. બાકીના મોટાભાગના આરોપીઓને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. 13 વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈમાં તેમાંથી માત્ર એકને જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો—Salman તમે બિશ્નોઇ સમાજની માફી માગો…ભાજપના નેતાની સલાહ..

વિઠ્ઠલ ચવ્હાણ

1990ના દાયકામાં ગેંગસ્ટરોએ આવી ઘણી રાજકીય હત્યાઓ કરી હતી. 1992માં આવા જ એક મહત્વપૂર્ણ કેસમાં શિવસેનાના ધારાસભ્ય વિઠ્ઠલ ચવ્હાણની ગુરુ સાટમ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. કહેવાય છે કે પૈસાના વિવાદને કારણે આ હત્યા થઈ છે. આ કેસમાં કોઈને દોષિત ઠેરવી શકાય ન હતા

રમેશ મોરે

શિવસેનાના નેતા અને ટ્રેડ યુનિયનના નેતા રમેશ મોરેની 29 મે, 1993ના રોજ ચાર લોકોએ હત્યા કરી હતી જ્યારે તેઓ અંધેરીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. કહેવાય છે કે અરુણ ગવળી ગેંગ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

પ્રેમ કુમાર શર્મા

3 જૂન, 1993ના રોજ, રમેશ મોરેની હત્યાના પાંચ દિવસ બાદ, બે વખતના ભાજપના ધારાસભ્ય પ્રેમ કુમાર શર્માની બે બંદૂકધારીઓએ હત્યા કરી હતી જ્યારે તેઓ ગ્રાન્ટ રોડ પર તેમના પરિવાર સાથે ડિનર કરવા ગયા હતા. કહેવાય છે કે હત્યારાઓ દાઉદ ઈબ્રાહિમ ગેંગ સાથે સંકળાયેલા હતા.

ઝિયાઉદ્દીન બુખારી

એપ્રિલ 1994માં મુસ્લિમ લીગના ધારાસભ્ય રહી ચૂકેલા એક અગ્રણી મુસ્લિમ નેતાની ભાયખલામાં હત્યા કરવામાં આવી હતી. જેમાં અરુણ ગવળી ગેંગનું નામ સામે આવ્યું હતું પરંતુ પુરાવાના અભાવે મોટાભાગના આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

દત્તા સામંત

1995માં મહારાષ્ટ્રમાં પહેલીવાર શિવસેના-ભાજપ સત્તામાં આવ્યા ત્યાર બાદ રાજકીય હત્યાઓનો સિલસિલો બંધ થયો હતો. બાબા સિદ્દીકી પહેલા આવી છેલ્લી રાજકીય હત્યા દત્તા સામંતાની હતી. 16 જાન્યુઆરી 1997ના રોજ ધારાસભ્ય અને વેપારી સંઘના નેતા દત્તા સામંત કામ માટે ઘાટકોપર જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર ચાર લોકોએ હુમલો કર્યો હતો. તેમની પર 17 ગોળીઓ ચલાવવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે કહ્યું કે તેની હત્યા ટ્રેડ યુનિયનો વચ્ચેની દુશ્મનાવટનું પરિણામ છે. છોટા રાજન અને બે શૂટર્સને 2000માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં છોટા રાજનને 2023માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો–Baba Siddiqui Murder ની તપાસ મુંબઇ પોલીસના આ ખતરનાક ઓફિસર કરશે…

Whatsapp share
facebook twitter