+

Bail: ગણેશ ગોંડલની જામીન અરજી અંગે આજે ચુકાદો

જૂનાગઢ ગણેશ ગોંડલને લઈને આજે આવશે ચુકાદો.. ગણેશ ગોંડલ જેલમાં જ રહેશે કે જામીન મુક્ત થશે તે વિશે સેશન કોર્ટ દ્વારા આજે આપવામાં આવશે ચુકાદો.. ફરિયાદીના વકીલ અને ગણેશ ગોંડલના…
  • જૂનાગઢ ગણેશ ગોંડલને લઈને આજે આવશે ચુકાદો..
  • ગણેશ ગોંડલ જેલમાં જ રહેશે કે જામીન મુક્ત થશે તે વિશે સેશન કોર્ટ દ્વારા આજે આપવામાં આવશે ચુકાદો..
  • ફરિયાદીના વકીલ અને ગણેશ ગોંડલના વકીલો વચ્ચે સેશન્સ કોર્ટની અંદર દલીલો કરવામાં આવી
  • સેશન્સ કોર્ટના ચુકાદા ને લઈને સૌ કોઈની નજર

Bail : જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરીને વિડીયો બનાવી મારી નાખવાનો પ્રયાસ કરવાના ગુનામાં જેલમાં રહેલા ગોંડલના ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજાની જામીન (Bail) અરજી અંગે અદાલત આજે ચૂકાદો આપે તેની શક્યતા છે. ગણેશ ગોંડલ જેલમાં જ રહેશે કે જામીનમુક્ત થશે તે વિશે સેસન્સ કોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવી શકે છે.

ગણેશ જયરાજસિંહ જાડેજા હાલ જેલમાં

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા હાલ જેલમાં છે અને ગણેશ જાડેજાની જામીન અરજી અંગે જૂનાગઢ કોર્ટમાં બંને પક્ષની ફાઇલ દલીલો પૂર્ણ થઇ હતી અને અદાલત આજે આ અરજીનો ફેંસલો સંભળાવી શકે છે.

આ પણ વાંચો-Junagadh: ગણેશ ગોંડલ કેસના ફરિયાદી રાજુ સોલંકી વિરૂદ્ધ દાખલ થયો GUJCTOC નો ગુનો

જૂનાગઢ સેસન્સ કોર્ટમાં અરજી

ગણેશ જાડેજા સહિતના આરોપીએ જામીન પર મુક્ત થવા જૂનાગઢ સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી જેમાં પહેલા અદાલતે આરોપી તરફી વકીલની દલીલો સાંભળી હતી. મુળ ફરિયાદી સંજય રાજુભાઇ સોલંકીના વકીલોએ ગણેશ ગોંડલને જામીન ના મળે તે માટે રજૂઆત કરી હતી

અલ્પેશ ઢોલરિયા સામે તપાસ કરવાની માગ

આ ઉફરાંત ફરિયાદી સંજય સોલંકીના માતા હંસાબેન સોલંકીએ હાઇકોર્ટ અને જૂનાગઢ સેસન્સ કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું જેમાં અલ્પેશ ઢોલરીયાએ જાહેરમાં એવુ કહ્યું હતું કે ગણેશ જાડેજા એકાદ બે દિવસમાં જામીન પર મુક્ત થવા જઇ રહ્યા છે. હજું કોર્ટનો ચુકાદો આવ્યો નથી ત્યાં જામીન 100 ટકા મળશે તેવી તેમને ખબર કેવી રીતે પડી તે તપાસનો વિષય હોવાનું જણાવાયું છે અને આ અંગે તપાસ કરવાની માગ કરાઇ છે.

ગણેશ જાડેજા બે માસથી જેલમાં

જણાવી દઈએ કે, આરોપી ગણેશ ગોંડલ (Ganesh Gondal Case) છેલ્લા બે માસથી જેલવાસ ભોગવી રહ્યો છે. જ્યારે બીજી તરફ ગુજસીટોક અંતર્ગત રાજુ સોલંકી અને ફરિયાદી સંજય સોલંકી પણ હાલમાં જેલમાં કેદ છે. આ કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ (Atrocity Act) ગંભીર આક્ષેપો સાથે પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. ગણેશ ગોંડલ ધારાસભ્યનો પુત્ર હોવાથી આ મામલો ખૂબ જ ચર્ચામાં છે.

આ પણ વાંચો—-Ganesh Gondal Case : હાઈપ્રોફાઈલ કેસમાં બંને પક્ષની દલીલો પૂર્ણ, હવે આવતીકાલ પર સૌની નજર!

Whatsapp share
facebook twitter