+

Surat : BJP નાં દિગ્ગજ નેતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

Surat માં ભાજપના કોર્પોરેટરે આપઘાતનો પ્રયાસ કર્યો લિંબાયતનાં કોર્પોરેટર અમિત રાજપૂતે આપઘાતનો પ્રયાસ કર્યો અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું સુરતમાં (Surat) ભાજપનાં કોર્પોરેટર (BJP Corporator) દ્વારા આપઘાતનો…
  1. Surat માં ભાજપના કોર્પોરેટરે આપઘાતનો પ્રયાસ કર્યો
  2. લિંબાયતનાં કોર્પોરેટર અમિત રાજપૂતે આપઘાતનો પ્રયાસ કર્યો
  3. અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું

સુરતમાં (Surat) ભાજપનાં કોર્પોરેટર (BJP Corporator) દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂર્વ શાસક પક્ષનાં નેતાએ અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે. લિંબાયતના કોર્પોરેટર અમિત રાજપૂતને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, ખટોદરા પોલીસને આપેલા નિવેદનમાં ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થયાનું જણાવ્યું છે. જ્યારે સૂત્રોનાં જણાવ્યા મુજબ, પૂર્વ શાસકપક્ષનાં નેતાએ અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો  – Anand : ધો.12 પાસ ભેજાબાજનું કૌભાંડ જાણી ચોંકી જશો! SOG પોલીસે કર્યો પર્દાફાશ

લિંબાયતનાં કોર્પોરેટર અમિત રાજપૂતે આપઘાતનો પ્રયાસ કર્યો!

સુરતમાંથી (Surat) એક હચમચાવે એવા સમાચાર આવ્યા છે. લીબાયતનગર સેવક અને પૂર્વ શાસક પક્ષનાં નેતા અમિત રાજપૂતને (Limbayat’s Corporator Amit Rajput) ગંભીર હાલતમાં યુનિક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ બહાર ભાજપનાં કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા છે. અમિત રાજપૂત  પૂર્વ શાસકપક્ષ નેતા રહી ચૂક્યા છે.

આ પણ વાંચો  – Rajkot : ‘મારી સાથે આ જ સરે આવું કર્યું…’, શિક્ષકના ત્રાસથી માસૂમ વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

પોલીસ નિવેદનમાં ફૂડ પોઈઝનિંગ થયાનું જણાવ્યું

સૂત્રોનાં જણાવ્યા મુજબ, કોર્પોરેટરે અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જ્યારે બીજી તરફ ખટોદરા પોલીસને (Khatodara Police) આપેલા નિવેદનમાં ફૂડ પોઇઝનિંગ થયાનું જાણવા મળ્યું છે. જો કે, આ મામલે સાચી હકીકત હાલ સામે આવી નથી. પરંતુ, કોર્પોરેટર અમિત રાજપૂતનાં (Corporator Amit Rajput) આપઘાતના પ્રયાસની ઘટના એ ભારે ચકચાર મચાવી છે. ખટોદરા પોલીસે  સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

અગાઉ કોર્પોરેટર પર થયા હતા ગંભીર આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટર અમિત રાજપૂત (Corporator Amit Rajput) અગાઉ પણ અનેક વખત ચર્ચામાં રહ્યા છે. અગાઉ તેમના પર બિલ્ડરનું અપહરણ, ફોર વ્હીલર કાર કબજે લેવા અને બળજબરીપૂર્વક લાખો રૂપિયાનો ચેક લખાવી લેવાનાં ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ હતી. આ કેસમાં ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો  – Gandhinagar : BJP નાં ધારાસભ્ય સામે આખરે નોંધાયો ગુનો, HC નાં આદેશ બાદ મોટી કાર્યવાહી!

Whatsapp share
facebook twitter