- દેશમાં પહેલીવાર સુરતથી 20 કોચની વંદે ભારત ટ્રેન દોડશે
- જલદી 130 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવી ટ્રાયલ કરાશે
- ટ્રાયલ દરમિયાન કોઈ પેસેન્જર અંદર બેસાડવામાં આવશે નહીં
- ટ્રેનની સુરક્ષા માટે 24 કલાક RPF જવાન તૈનાત કરાશે
સુરતીઓ (Surat) માટે એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં પહેલીવાર સુરતથી હવે 20 કોચની વંદે ભારત ટ્રેન (VandeBharatTrain) દોડશે. જલદી 130 કિલોમીટરની ઝડપે આ ટ્રેન દોડાવી ટ્રાયલ કરવામાં આવશે. જણાવી દઈએ કે, અમદાવાદ (Ahmedabad) અને મુંબઇ વચ્ચે હાલ 16 કોચની 2 વંદે ભારત ટ્રેન દોડી રહી છે. આ બન્ને ટ્રેનો 100 ટકા પેસેન્જર સાથે અવરજવર કરી રહી છે. ત્યારે હવે જલદી સુરતમાં 20 કોચની વંદે ભારત ટ્રેન દોડશે.
આ પણ વાંચો – Rajkot : લોકમેળામાં રાઇડ સંચાલકો અને તંત્ર નિયમોને લઈ આમને-સામને!
દેશમાં પ્રથમવખત 20 કોચની વંદે ભારત ટ્રેન સુરતથી દોડશે
સુરતીઓને હવે જલદી વધુ એક સારી સુવિધા મળવા જઈ રહી છે. માહિતી મુજબ, દેશમાં પ્રથમવખત 20 કોચની વંદે ભારત ટ્રેન સુરતથી દોડશે. જો કે, લોકોને આ સેવા ઉપલબ્ધ કરાવવા પહેલા ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે. 130 કિમીની ઝડપે 20 કોચની વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ જલદી કરવામાં આવશે. જણાવી દઈએ કે, હાલ અમદાવાદથી મુંબઈ (Mumbai) વચ્ચે 16 કોચ સાથે બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. આ બંને ટ્રેન 100 ટકા પેસેન્જર સાથે અવરજવર કરી રહી છે.
– દેશમાં પહેલીવાર સુરતથી 20 કોચની વંદે ભારત ટ્રેન દોડશે
– જલદી 130 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવી ટ્રાયલ કરાશે
– ટ્રાયલ દરમિયાન કોઈ પેસેન્જર અંદર બેસાડવામાં આવશે નહીં
– ટ્રેનની સુરક્ષા માટે 24 કલાક RPF જવાન તૈનાત કરાશે
– હાલ અમદાવાદ-મુંબઇ વચ્ચે 16 કોચની 2 વંદે ભારત ટ્રેન દોડે છે…— Gujarat First (@GujaratFirst) August 8, 2024
આ પણ વાંચો – Rajkot : લોકમેળામાં રાઇડ સંચાલકો અને તંત્ર નિયમોને લઈ આમને-સામને!
ટ્રેનની સુરક્ષા માટે 24 કલાક RPF જવાન તૈનાત કરાશે
આવનાર સમયમાં લોકોની વધતી મુસાફરીને ધ્યાને રાખીને સુરતમાં (Surat) 20 કોચ સાથે વંદે ભારત ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ, 130 કિલોમીટરની ઝડપે દોડી શકે તે રીતે આ વંદે ભારત ટ્રેનને હાલ તૈયાર કરવામાં આવી છે. જો કે, ટ્રાયલ દરમિયાન કોઈ પણ મુસાફરને ટ્રેનની અંદર બેસાડવામાં આવશે નહીં. આ ટ્રેનની સુરક્ષા માટે 24 કલાક RPF જવાન તૈનાત કરવામાં આવશે. આ સેવા નાગરિકો માટે ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે હાલ કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો – ‘હર ઘર તિરંગા’ અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે, રમતગમત અને યુવક સેવા મંત્રીએ કરી જાહેરાત