+

Surat : વકીલ અને PI વચ્ચે મારામારીનાં ચોંકાવનારા CCTV ફૂટેજ વાઇરલ, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ

સુરતનાં ડિંડોલીમાં વકીલ અને PI વચ્ચે રકઝકનો વીડિયો વાઇરલ વકીલને સેકન્ડ PI એચ.જે. સોલંકીએ લાત મારી માર માર્યાનો આરોપ ડિંડોલીનાં સેકન્ડ PI એ વકીલના આરોપોને ફગાવ્યાં વકીલે પોલીસ સાથે રકઝક…
  1. સુરતનાં ડિંડોલીમાં વકીલ અને PI વચ્ચે રકઝકનો વીડિયો વાઇરલ
  2. વકીલને સેકન્ડ PI એચ.જે. સોલંકીએ લાત મારી માર માર્યાનો આરોપ
  3. ડિંડોલીનાં સેકન્ડ PI એ વકીલના આરોપોને ફગાવ્યાં
  4. વકીલે પોલીસ સાથે રકઝક કરી હોવાનાં PI ના આક્ષેપ

સુરતમાં (Surat) વધુ એક IP ની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. શહેરના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં રાતનાં સમયે વકીલ પોતાનું કામકાજ પતાવીને કારમાં ભેસીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ વાનમાં આવેલા IP એ વકીલને લાત મારી મારામારી કરી હતી. એવા આરોપ વકીલ દ્વારા કરાયા છે. વકીલે આક્ષેપ કર્યો કે, ફરિયાદ માટે તેઓ મોડી રાત સુધી રોકાયા પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી નથી.

આ પણ વાંચો – Gujarat Police Job : LRD અને PSI ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે હસમુખ પટેલે આપી આ માહિતી

PCR વાનમાંથી ઉતરીને વકીલને માર માર્યાનો આરોપ

સુરતનાં (Surat) ડિંડોલી વિસ્તારમાં વકીલ અને પોલીસકર્મી વચ્ચે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. વકીલના આરોપ મુજબ, ડિડોંલી વિસ્તારમાં વકીલ તેમનું કામકાજ પતાવીને રાતે જ્યારે ઘરે જવા નીકળ્યા હતા તે સમય દરમિયાન આ ઘટના બની હતી. વકીલે આરોપ લગાવ્યો કે, જ્યારે રાતે તેઓ કારમાં બેસીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક PCR વાનમાં સેકેન્ડ PI એચ.જે.સોલંકી ત્યાં આવ્યા હતા અને વાનમાંથી ઉતરીને વકીલને લાતો ફટકારી મારામારી કરી હતી. વકીલે આગળ જણાવ્યું કે, આ બાબતે સ્થાનિક પોલીસ ફરિયાદ પણ લેવા તૈયાર નથી. મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં રોકાયા પરંતુ ફરિયાદ નોંધવામાં આવી નથી.

આ પણ વાંચો – Ahmedabad : BJP MLA ની હાજરીમાં કથિત કાર્યકર્તાનાં બેફામ વાણીવિલાસથી રોષ ભભૂક્યો! Video બનાવી માગી માફી

સેકન્ડ PI એ એડવોકેટના આરોપોને ફગાવ્યા

બીજી તરફ ડીંડોલી સેકન્ડ PI એચ.જે. સોલંકીએ (PI HJ Solanki) એડવોકેટના આરોપોને ફગાવ્યા છે. ડીંડોલી (Dindoli Police) PI નું કહેવું છે કે તેમને પોલીસ સાથે જીભા જોડી કરી હતી. વકીલે પોલીસ સાથે રકઝક કરી હોવાનાં PI એ આક્ષેપ કર્યા હતા. જો કે, આ મામલે સાચી હકીકત શું છે તે હાલ જાણવા મળ્યું નથી. પરંતુ, ડીંડોલીમાં મોડી રાત્રે વકીલ અને PI વચ્ચે રકઝકનો વીડિયો સામે આવતા લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. જ્યારે બીજી તરફ સુરત પોલીસનાં (Surat Police) ઉચ્ચ અધિકારીઓને આ ઘટના બાબતે કોઈ જાણ જ નથી તેવી માહિતી સામે આવી છે.

આ પણ વાંચો – Surat : પરિવારની દરેક મુશ્કેલીમાં ગિરનાર પર્વતની જેમ અડીખમ રહેનાર એટલે પિતા : હર્ષ સંઘવી

Whatsapp share
facebook twitter