+

Surat : NH 48 પર રાજકોટ LCB ટીમની ખાનગી કારને ટ્રકે મારી ટક્કર, પોલીસકર્મીનું કમકમાટીભર્યું મોત

નેશનલ હાઇવે 48 પર રાજકોટ LCB ટીમને નડ્યો અકસ્માત (Surat) પૂરઝડપે આવતી ટ્રકે મારી જોરદાર ટક્કર કારમાં સવાર એક પોલીસકર્મીનું ઘટના સ્થળ પર જ મોત અન્ય પોલીસકર્મી અને આરોપીને નાની-મોટી…
  1. નેશનલ હાઇવે 48 પર રાજકોટ LCB ટીમને નડ્યો અકસ્માત (Surat)
  2. પૂરઝડપે આવતી ટ્રકે મારી જોરદાર ટક્કર
  3. કારમાં સવાર એક પોલીસકર્મીનું ઘટના સ્થળ પર જ મોત
  4. અન્ય પોલીસકર્મી અને આરોપીને નાની-મોટી ઇજાઓ

Surat : સુરત નેશનલ હાઇવે 48 પર (Surat National Highway 48) ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ LCB ટીમ એક આરોપીને લઈ જઈ રહી હતી ત્યારે માંગરોળનાં નાના બોરસરા ગામ પાસે રાજકોટ LCB ની ખાનગી કારને એક ટ્રકે ટક્કર મારી હતી, જેના કારણે કાર આગળ ચાલી રહેલ વાહનમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં એક પોલીસકર્મીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય પોલીસકર્મી અને આરોપીને નાની-મોટી ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે સુરતની કોસંબા પોલીસે (Surat Kosamba Police) આગળની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો – VADODARA : વરસાદ સાથે તેજ ગતિથી ફૂંકાયેલા પવનમાં ખુરશીઓ ફંગોળાઇ, અનેક ઝાડ પડ્યા

અકસ્માતમાં રાજકોટ LCB ની કાર પડીકું વળી ગયું

સુરત નેશનલ હાઇવે 48 પર પોલીસની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, રાજકોટ LCB ની એક ટીમ (Rajkot LCB Police) આરોપીને ખાનગી કાર થકી લઈ જઈ રહી હતી ત્યારે માંગરોળનાં (Mangarol) નાના બોરસરા ગામ પાસે રાજકોટ LCB ની ખાનગી કારને પૂરઝડપે આવતા એક ટ્રકચાલકે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે પોલીસની કાર આગળ ચાલી રહેલા વાહનમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માત એટલો ગોઝારો હતો કે કારમાં સવાર પોલીસકર્મી દિગ્વિજયસિંહ નરેન્દ્રસિંહ રાઠોડનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે.

આ પણ વાંચો – Rajkot: નબીરાઓએ કાયદાનું ઉલ્લંઘન કરીને ઉજવ્યો જન્મદિવસ, જાહેરમાં આતશબાજી સાથે કર્યા સ્ટંટ

એક પોલીસકર્મીનું મોત, અન્ય ઇજાગ્રસ્ત

જ્યારે અન્ય પોલીસકર્મી અને આરોપીને નાની-મોટી ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી અને ઇમરજન્સી સેવા 108 ને જાણ કરી બોલાવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર, રાજકોટ LCB ની ખાનગી કારમાં ચાર પોલીસકર્મી અને એક આરોપી સવાર હતા. આ મામલે સુરતની (Surat) કોસંબા પોલીસે (Kosamba Police) આગળની કાર્યવાહી હાથધરી છે.

મૃતકનું નામ :-

દિગ્વિજયસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ

ઇજાગ્રસ્તોનાં નામ : –

1) ધનશ્યામસિંહ માહિપતસિંહ જાડેજા
(2) સુવા દિવ્યેશભાઈ દેવાયતભાઈ
(3) જાડેજા અરવિંદસિંહ દાનુભા
(4 ) આરોપી :- વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમાર

આ પણ વાંચો – રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ઝડપાયો PSI , Surat ACB એ ગોઠવ્યું હતું છટકું

Whatsapp share
facebook twitter