+

Surat : વાલીઓ ચેતજો! જાહેર માર્ગ પર ટ્રાફિકમાં સગીર વિદ્યાર્થીએ હંકારી રિક્ષા, જુઓ વાઇરલ Video

સુરતમાં સગીર વિદ્યાર્થી રિક્ષા ચલાવતો વીડિયો વાઇરલ શાળાએ જતો વિદ્યાર્થી રિક્ષા ચલાવતો નજરે ચઢ્યો વિધાર્થી સ્કૂલ ડ્રેસમાં રીક્ષા ચલાવતો દેખાયો વાઇરલ વીડિયો પોલીસ માટે તપાસનો વિષય સુરતમાંથી (Surat) એક ચોંકાવનારો…
  1. સુરતમાં સગીર વિદ્યાર્થી રિક્ષા ચલાવતો વીડિયો વાઇરલ
  2. શાળાએ જતો વિદ્યાર્થી રિક્ષા ચલાવતો નજરે ચઢ્યો
  3. વિધાર્થી સ્કૂલ ડ્રેસમાં રીક્ષા ચલાવતો દેખાયો
  4. વાઇરલ વીડિયો પોલીસ માટે તપાસનો વિષય

સુરતમાંથી (Surat) એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં એક સગીર વિદ્યાર્થી જાહેર માર્ગ પર ટ્રાફિકમાં રિક્ષા ચલાવતો નજરે પડી રહ્યો છે. રિક્ષામાં અન્ય લોકો પણ બેઠા છે. રિક્ષાચાલક પણ સગીર વિદ્યાર્થી પાસે બેસેલો નજરે પડી રહ્યો છે. આ વીડિયો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ વાઇરલ વીડિયો ડિંડોલી (Dindoli) વિસ્તારોનો હોવાનું હાલ સામે આવ્યું છે.

આ પણ વાંચો – Rajkot : રાજપૂત સમાજની મહિલા અગ્રણીઓમાં રોષ, કહ્યું- પરશોત્તમ રૂપાલાએ હવે રિટાયરમેન્ટ લેઇ લેવું જોઈએ..!

સગીર વિદ્યાર્થી રિક્ષા ચલાવતો વીડિયો વાઇરલ

સુરતમાં (Surat) દૈનિક ધોરણે રોડ અકસ્માતની ઘટના બનતી હોય છે. સુરત ટ્રાફિક વિભાગ (Surat Traffic Department) દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પણ સમયાનુસાર અપીલ કરવામાં આવતી હોય છે. જો કે, આ દરમિયાન, એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. હાલ, સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે, જે સુરતનાં ડિંડોલી (Dindoli) વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં દેખાય છે કે શાળાએ જતો એક સગીર વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં જાહેર માર્ગ પર ટ્રાફિકમાં રિક્ષા હંકારી રહ્યો છે.

આ પણ વાંચો – Ahmedabad : ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો ધ્વસ્ત! ક્રાઇમ બ્રાન્ચે ઈકો કારમાંથી 1 કિલો ડ્રગ્સ ઝડપ્યું, કિંમત ચોંકાવનારી!

વાઇરલ વીડિયો અંગે પોલીસે તપાસ આદરી

રિક્ષામાં પાછળ અન્ય લોકો પણ બેઠા નજરે પડે છે. જ્યારે વિદ્યાર્થી રિક્ષાચાલક પાસે બેસીને રિક્ષા હંકારી રહ્યો છે. રિક્ષાની પાસેથી પસાર થતાં અન્ય વાહનચાલક દ્વારા વિદ્યાર્થી દ્વારા રિક્ષા હંકારતો વીડિયો મોબાઇલમાં ઉતારવામાં આવ્યો હતો. જે વાઇરલ થયો છે. રિક્ષાચાલકની ઘોરબેદરકારી આ વીડિયોમાં કેદ થઈ છે. આ વીડિયો સામે આવતા હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો –  PM Modi Gujarat Visit : આ રહ્યો ‘વિકાસ પુરુષ’ની ગુજરાત મુલાકાતનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ!

Whatsapp share
facebook twitter