+

Surat : મોડી રાતે ACB એ કરી AAP કોર્પોરેટરની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ?

સુરતમાં AAP નાં કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ વિપુલ સુહાગિયા સામે ACB માં ફરિયાદ નોંધાઈ હતી પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરી હોવાનો આરોપ SMC નાં પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા…
  1. સુરતમાં AAP નાં કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ
  2. વિપુલ સુહાગિયા સામે ACB માં ફરિયાદ નોંધાઈ હતી
  3. પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરી હોવાનો આરોપ
  4. SMC નાં પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા માંગ્યાનો આક્ષેપ

સુરતમાંથી (Surat) એક મોટા સમાચાર આવ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીનાં (AAP) કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માગણી કરવાના આરોપ હેઠળ ACB માં ફરિયાદ થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. AAP પાર્ટીનાં કોર્પોરેટર સામે SMC નાં પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા માગ્યા હોવાનો આરોપ થતાં મોડી રાતે તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો – Emergency: ગુજરાતના પૂરમાં 67 લોકોના જીવ બચાવનાર હેલિકોપ્ટરનું દરિયામાં……

પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસા માગ્યાનો આરોપ

સુરતનાં (Surat) પુણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનાં (AAP) કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા મામલો ગરમાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આપ પાર્ટીનાં કોર્પોરેટર વિપુલ સુહગિયા (Vipul Suhagia) વિરુદ્ધ આરોપ છે કે થોડા સમય પહેલા પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે આપ કોર્પોરેટર દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી. SMC ના પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસે વિપુલ સુહગિયાએ રૂપિયાની માગણી કરી હતી.

આ પણ વાંચો – Navsari : પૂર્ણા, અંબિકા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા પૂરની સ્થિતિ, લોકોનું સ્થળાંતર, રસ્તાઓ બંધ, શાળાઓમાં રજા જાહેર

સુરત ACB દ્વારા કોર્પોરેટરની મોડી રાત્રે કરી ધરપકડ

જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા આપવા ના માગતા હોવાથી સુરત ACB માં AAP કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આથી, ફરિયાદના આધારે સુરત એસીબીએ (Surat ACB) મોડી રાતે જ વિપુલ સુહગિયાની ધરપકડ કરી હતી. આ મામલે સુરત એસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ આપ કોર્પોરેટરની ધરપકડ થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

આ પણ વાંચો – Ahmedabad : જીવરાજ પાર્કમાં મોડી રાતે વરસાદ વચ્ચે ભયાવહ ઘટના, ફ્લેટની સીડીઓ અચાનક ધરાશાયી થઈ અને..!

Whatsapp share
facebook twitter