+

Surat:ડિંડોલીમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો કિસ્સો!

સુરતના ડિંડોલીમાં ક્રાઇમ સિરિયલોએ સંબંધો લજવ્યા સગાભાઇએ 14 વર્ષની બહેન પર 3 વાર દુષ્કર્મ ગુજાર્યુ 16 વર્ષના ભાઇએ 14 વર્ષની સગી બહેન પર દુષ્કર્મ આચર્યું Surat:સુરત(Surat)ના ડીંડોલી(Dindoli) વિસ્તારમાં ભાઈ-બહેનના પવિત્ર…
  • સુરતના ડિંડોલીમાં ક્રાઇમ સિરિયલોએ સંબંધો લજવ્યા
  • સગાભાઇએ 14 વર્ષની બહેન પર 3 વાર દુષ્કર્મ ગુજાર્યુ
  • 16 વર્ષના ભાઇએ 14 વર્ષની સગી બહેન પર દુષ્કર્મ આચર્યું

Surat:સુરત(Surat)ના ડીંડોલી(Dindoli) વિસ્તારમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી છે.મજૂરીકામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના 16 વર્ષના પુત્રએ તેની 14 વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરી બળજબરી કરી વાસના સંતોષી હતી.આ અંગે માતાપિતાને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી તરુણે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સગા દીકરા વિરુદ્ધ માતાએ ડીંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે કીશોરની અટકાયત કરી છે.

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને  લાંછનરૂપ  કિસ્સો

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ કરતી ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વલસાડના વતની અને સુરતના (Surat) ડીંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો 16 વર્ષીય પુત્રઅને 14 વર્ષની પુત્રી નાસ્તાની લારી ઉપર મજૂરીકામ કરતાં હતા ગત સોમવારે સવારે પુત્રીને  પેટમાં દુખાવો થતા દંપતી તેને ઊનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું.ત્યાં ડોકટરે તપાસી તેને ચારથી પાંચ મહિનાનોગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.જોકે, દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા અને ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતાં  પુત્રી કોઈ જવાબ આપ્યો નહોતો.બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયું હતું.ત્યાં પણ ડોકટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું.

આ પણ  વાંચો –Kutch: CM ભૂપેન્દ્ર પટેલ કચ્છવાસીઓને આપશે117 કરોડના વિકાસકાર્યોની ભેટ

સગીરને  હોસ્પિટલમાં સારવાર હેઠળ

આથી ફરી તેને ગર્ભવતી કેવી રીતે બની તે પૂછ્યું ત્યારે ખુશ્બૂએ જે જવાબ આપ્યો તે સાંભળી દંપતી ચોંકયુ હતું.ખુશ્બૂએ જણાવ્યું હતું કે ચાર પાંચ મહિના પહેલા તેઓ કામ ઉપર ગયા હતા અને ઘરે તે અને ભાઈ મયુર એકલા હાજર હતા ત્યારે મયુરે તેને કહ્યું હતું કે ઘરમાં મમ્મી-પપ્પા પણ નથી અને ઘરમાં આપણે બંને ભાઈ-બહેન એકલા છે.તેથી મારે તારી સાથે સેક્સ કરવું છે.સગા ભાઈની વાત સાંભળી ચોંકેલી ખુશ્બૂએ ના પાડતા મયુરે તેની સાથે બળજબરી કરી વાસના સંતોષી હતી.ત્યાર બાદ આ અંગે માતાપિતાને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી મયુરે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા ખુશ્બૂ ગર્ભવતી બની હતી.આ હકીકતને પગલે ખુશ્બૂની માતાએ સગા દીકરા વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરની અટકાયત કરી છે.જયારે પુત્રીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે.

Whatsapp share
facebook twitter