- ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો
- સેન્સેક્સમાં 1272.07 પોઈન્ટના ઘટાડો
- નિફ્ટી 368 પોઈન્ટના ઘટાડો
Stock Market Crash: સોમવારે ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો (Stock Market Crash)જોવા મળ્યો હતો. આ સતત બીજો દિવસ હતો જ્યારે બજારમાં ઘટાડો નોંધાયો છે. અગાઉ ગત સપ્તાહે શુક્રવારે પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ બજારમાં ઘટાડો નોંધાયો હતો. આજે એટલે કે સપ્ટેમ્બરના છેલ્લા સોમવારે BSE સેન્સેક્સ(sensex) 1272.07 પોઈન્ટના ઘટાડા સાથે 84,299.78 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે બીજી તરફ નિફ્ટી ( nifty)50 પણ 368.10 પોઈન્ટના ઘટાડા સાથે 25,810.85 પોઈન્ટ પર બંધ થયો હતો.
JSW સ્ટીલના શેરમાં સૌથી વધુ વધારો
Jઆજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 5ના શેર જ નફામાં રહ્યા હતા જ્યારે બાકીની 25 કંપનીઓના શેર નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટી 50માં પણ 50 કંપનીઓમાંથી માત્ર 9 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે 41 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. SW સ્ટીલનો શેર સેન્સેક્સમાં 2.86 ટકાના વધારા સાથે સૌથી વધુ બંધ રહ્યો હતો. આ સિવાય એનટીપીસીના શેર 1.25 ટકા, ટાટા સ્ટીલ 1.08 ટકા, ટાઇટન 0.41 ટકા અને એશિયન પેઇન્ટ્સના શેર 0.22 ટકાના વધારા સાથે બંધ થયા છે.
એક્સિસ બેંકના શેરમાં ભારે ઘટાડો
એક્સિસ બેંકના શેર આજે સૌથી વધુ 3.15 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. રિલાયન્સનો શેર 3.09 ટકા, ICICI બેન્ક 2.56 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.03 ટકા, બજાજ ફિનસર્વ 2.02 ટકા ઘટીને બંધ રહ્યો હતો.
આ પણ વાંચો –EasyJet flight ના ટેક ઓફ બાદ હવામાં બ્રિટિશ કપલે કર્યું સેક્સ! તો પછી…
માર્કેટ તૂટવાના મુખ્ય કારણો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભયે વૈશ્વિક બજારમાં નેગેટિવ અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.
અમેરિકામાં મંદીનો ડર વધી ગયો છે, જેના કારણે છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો –India ની કંપનીઓ નફો કમાવવાની હોડમાં કર્મચારીનું કરે છે શોષણ: Genius Consultants
આ શેરોમાં 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે
આ સિવાય ટેક મહિન્દ્રા, મારુતિ સુઝુકી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, નેસ્લે ઈન્ડિયા, ટાટા મોટર્સ, ઈન્ફોસીસ, સન ફાર્મા, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંકના શેરમાં 1 ટકાથી 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સ, આઇટીસી, ટીસીએસ, કોટક મહિન્દ્રા બેંક, અદાણી પોર્ટ્સ, પાવરગ્રીડ, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેક અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 1 ટકાથી પણ ઓછો ઘટાડો જોવા મળ્યો છે.