+

પ્રદેશ ભાજપ કાર્યાલય Kamalam ની વ્યવસ્થામાં ફેરફારો

Kamalam : ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ (Kamalam) ની વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપમાં ફેરફારો કર્યા છે. કમલમની વ્યવસ્થામાં ફેરફારો કરાતા ગુજરાત ભાજપના કાર્યકરોમાં ભારે…

Kamalam : ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ (Kamalam) ની વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપમાં ફેરફારો કર્યા છે. કમલમની વ્યવસ્થામાં ફેરફારો કરાતા ગુજરાત ભાજપના કાર્યકરોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.

પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલને પ્રમોશન અપાયુ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે આજે 4 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે જ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયની વ્યવસ્થામાં ફેરફાર કરાયા છે. પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલને પ્રમોશન અપાયુ છે. પરેશ પટેલને કાર્યાલય મંત્રીથી પ્રદેશ મંત્રી બનાવાયા છે.

પ્રદેશ મંત્રીની ખાલી પડેલી જગ્યા પર પરેશ પટેલની નિમણૂક

પ્રદેશ મંત્રીની ખાલી પડેલી જગ્યા પર પરેશ પટેલની નિમણૂક કરાઇ છે. ઉલ્લેખનિય છે કે પરેશ પટેલ બે દાયકાથી કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા.

પ્રદેશ અધ્યક્ષના અંગત સચિવ શ્રીનાથ શાહને કાર્યાલય મંત્રીની જગ્યાએ નિયુક્ત કરવામા આવ્યા

ઉપરાંત પ્રદેશ અધ્યક્ષના અંગત સચિવને કાર્યાલય મંત્રીની જવાબદારી સોંપાઇ છે. પ્રદેશ અધ્યક્ષના અંગત સચિવ શ્રીનાથ શાહને કાર્યાલય મંત્રીની જગ્યાએ નિયુક્ત કરવામા આવ્યા છે.ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ભાજપમાં ફેરફારો કર્યા છે.

આ પણ વાંચો— ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે CR Patil ના આજે 4 વર્ષ પૂર્ણ

આ પણ વાંચો—રાજ્યમાં POCSO Case માં 3 દિવસમાં 6 આરોપીને કડક સજા..

આ પણ વાંચો– Chandipuram virus: આરોગ્ય મંત્રી હિંમતનગર સિવિલમાં દોડી આવ્યા, PICU વોર્ડની મુલાકાત લીધી

આ પણ વાંચો– VADODARA : પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે – હર્ષ સંઘવી

Whatsapp share
facebook twitter